યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

ખંભાળિયામાં 'નન્હી પરી અવતરણ' કાર્યક્રમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણી

જામનગર તા.૮ ઃ ખંભાળિયામાં આજે મહિલા દિનની વિશિષ્ટ ઉજવણી અંતર્ગત નન્હી પરી અવતરણ કાર્યક્રમમાં બે માતાઓએ પુત્રીરત્નને જન્મ આપતા અધિકારીઓએ તેઓને ચાંદીના સિક્કા તથા મીઠાઈ આપી હર્ષાેલ્લાસના વાતાવરણમાં બન્ને પરિવારોને વધાવ્યા હતા.

આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમાજમાં નારી શક્તિને ઉત્તેજન મળે અને આજના દિને પુત્રીરત્નને જન્મ આપનાર માતાને સન્માનિત કરી પુત્રીના અવતરણને આવકારવા માટે ઘડી કાઢવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત આજે ખંભાળિયામાં બે પુત્રીઓને જન્મ આપનાર માતાઓને સન્માનિત કરવામાં આવી હતી.

નન્હી પરી અવતરણની વિશિષ્ટ ઉજવણી અંતર્ગત આજે ખંભાળિયાની પટેલ મેટરનિટી હોસ્પિટલમાં આજે ખંભાળિયાના રૃકસાનાબેન બશીરભાઈ તથા દ્વારકા તાલુકાના કુરંગા ગામના વિરાબેન બોઘાભાઈ નામના બે મહિલાઓએ પુત્રીને જન્મ આપતા આ બન્ને માતાઓને ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અધિકારીઓની સાથે ડો. શાલીન પટેલ તથા ડો. બિજલબેન પટેલે સાથે રહી બન્ને પરિવારોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

બન્ને માતાઓને અધિકારીઓ દ્વારા ચાંદીના સિક્કા તથા મીઠાઈ આપવામાં આવી હતી. બાળકીઓના જન્મને વધાવવાનો આ કાર્યક્રમ આવકારદાયક બની રહ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.આર. ડોડિયા, એસપી રોહન આનંદ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.પી. સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00