નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જંતુનાશક દવા છાંટતા બેભાન બનેલા પ્રૌઢ પર કાળનો પંજો

જામનગર તા.૧૦ ઃ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક પરિવારની એક વર્ષની પુત્રીને શ્વાસ ઉપડતા દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મૃત્યુ થયું છે. જ્યારે કાલાવડના નવાગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ખેડૂત બેભાન બની ગયા પછી મૃત્યુ પામ્યા છે.

જામનગરના બેડી વિસ્તારના ખારી પ્લોટમાં રહેતા અખ્તરભાઈ આદમભાઈ કકલ નામના યુવાનની એક વર્ષની પુત્રી આલિયાને જન્મના છ મહિના પછી શ્વાસની બીમારી લાગુ પડી હતી જેની છએક મહિનાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી રહી હતી તે દરમ્યાન ગઈકાલે રાત્રે આ બાળકીને ધમણની માફક શ્વાસ ઉપડતા અખ્તરભાઈએ મોડીરાત્રે આલિયાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં આજે વહેલી સવારે આ બાળકીનું મૃત્યુ થયું છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના જમાદાર જી.બી. જાડેજાએ અખ્તરભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અરવિંદભાઈ અરજણભાઈ અકબરી નામના પંચાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ખેતરમાં કપાસના ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા ત્યારે કોઈ રીતે બેભાન બની ઢળી પડતા અને તેઓને મ્હોંમાં ફીણ આવી જતાં ખેતરમાં હાજર તેમના પુત્ર વિકાસભાઈ અકબરીએ પિતાને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડયા હતા જ્યાં આ પ્રૌઢનું ટૂંકી સારવાર પછી મૃત્યુ થયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાદાર વી.ડી. ઝાપડિયાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00