સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગરમાં ગરમી-બફારાથી નગરજનો પરેશાનઃ મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે તેમજ હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. નગરજનો વધી રહેલી ગરમી અને બફારાથી પરેશાન થઈ રહ્યા છે તેમજ દરિયામાં પ્રેશર ગ્રેડીયનને કારણે બપોરે પવનની ગતિમાં વધારો થશે. તેથી આગમચેતીના ભાગરૃપે જામનગર જિલ્લાના તમામ માછીમારોને ર૪ કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ધીમે-ધીમે ફરી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં દોઢ ડિગ્રીનો આંશિક વધારો થયો છે.

આ ઉપરાંત અરબ સાગર પરથી વાતા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારામાં પણ વધારો થયો છે. જામનગર સહિત દરિયા કાંઠા વિસ્તારમાં ભેજના કારણે સતત બફારામાં વધારો થઈ રહ્યો છે.

જામનગર સહિત સમગ્ર હાલારવાસીઓ વધતી ગરમી અને બફારાને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે સંપૂર્ણ દિવસ દરમિયાન ઝપાટાભેર ફૂંકાતા પવનોને કારણે બારી-દરવાજા ધ્રૂજી ઊઠ્યા હતાં. પવનના કારણે ઊડતી ધૂળની ડમરી અને કચરાના કારણે રાહદારીઓ તથા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય ગયા હતાં.

અરબ સાગરમાં પ્રેશર ગ્રેડીયન થવાના કારણે બપોરે પવનની ગતિમાં વધારો થશે. જેથી હવામાન ખાતાના સંદેશા અન્વયે જામનગર જિલ્લાના માછીમારોને ર૪ કલાક દરમિયાન દરિયો ન ખેડવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૬.૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ લઘુત્તમ ૪૦ ટકા અને મહત્તમ ૯૦ ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની લઘુત્તમ ર૦ અને મહત્તમ ૪પ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00