જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

રૃપાણી સરકારને રૃા.૨૮૦૦ કરોડની કમાણીઃ પ્રજા લૂંટાણીઃ ઝેર તો પીધાં જાણી જાણી

અમદાવાદ તા. ૧૨ઃ પેટ્રોલ-ડિઝલના ભાવો આધારિત વેટના દરો હોવાથી રૃપાણી સરકારને વર્ષ ૨૦૧૮-૧૯માં રૃા.૨૮૦૦ કરોડની કમાણી થતાં એફબીઆઈ રિસર્ચના આ આંકડાઓએ ભારે ચર્ચા જગાવી છે. પેટ્રોલ-ડિઝલના કારણે વેટરમાં જો ગુજરાત સરકારને કમાણી થતી હોય તો તે રાજસ્થાન અને આંધ્રપ્રદેશની જેમ થોડો વેટ ઘટાડીને લોકોને રાહત આપી શકે છે, પરંતુ પ્રજા વિરોધી સરકારે પરોક્ષ રીતે નનૈયો ભણી દીધો છે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટ સુણાવી દીધુ છે કે વર્ષ પૂરૃં થાય ત્યારે વધારા-ઘટાડાની ખબર પડે, અત્યારે નહીં...! મતલબ કે ગુજરાત સરકાર વેટ નહીં ઘટાડે. આમ પ્રજા લૂંટાઈ રહી છે. અને રૃપાણી સરકારને કરોડોથી કમાણી કરી છે. આથી રાંકડી જનતા રૃપાણી સરકારને ફરીથી સત્તા સોપવા બદલ પસ્તાઈ રહી હશે, અને મનોમન ગણગણી રહી હશે કે..ઝેર તો પીધાં જાણી જાણી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription