જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

રાજયના કેટલાક જિલ્લાઓ-શહેરોમાં પીઓપીની પ્રતિમાઓ બનાવવા પર પ્રતિબંધ મૂકાયો જ નથી

અમદાવાદ તા. ૧રઃ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જાહેરનામા પ્રસિદ્ધ કરીને પીઓપીની પ્રતિમાઓ બનાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં આવા જાહેરનામા પ્રસિદ્ધ થયા નથી તેની ચર્ચા જાગી છે.

ગણેશોત્સવના સંદર્ભે રાજ્યના કેટલાક જિલ્લાઓના પીઓપીની મૂર્તિઓ બનાવવા પર અથવા તેના વેંચાણ પર પ્રતિબંધ મૂકાયા હોવાના અહેવાલો છે.

બીજી તરફ હાલાર સહિત કેટલાક જિલ્લાઓમાં આવો પ્રતિબંધ મૂકાયો નહીં હોવાની ચર્ચા જાગી છે. કેટલાક જિલ્લાઓના તંત્રોએ આ બાબતે જાહેરનામું જ પ્રસિદ્ધ કર્યુ નથી.

તંત્રો - સૂત્રોનું કહેવું એવું છે કે, પીઓપીની પ્રતિમાઓના નિર્માણ પર પ્રતિબંધ મૂકવાના બદલે કૃત્રિમ તળાવોમાં ગણેશ વિસર્જન થાય, તેવી વ્યવસ્થાઓ ગોઠવી છે, જેથી પર્યાવરણ પણ સુરક્ષિત રહે અને પ્રતિમા નિર્માણ કરતા કારીગરોની રોજગારી પણ છીનવાઈ જાય નહીં. જો કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવીટ કરીને નદીઓ-તળાવોમાં ગણેશ વિસર્જન નહીં થવા દેવાની ખાત્રી પણ આપી છે.

જાણકારોના મતે એનવાયરમેન્ટ પ્રોટેકશન એક્ટની કલમ-પ મુજબ પર્યાવરણને નુકસાન કરતી પ્રતમાઓનું નિર્માણ પ્રતિબંધિત છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો મુજબ જે પ્રતિમાઓ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય, તેવું મટિરીયલ વપરાયું હોય, તેનું જ વેંચાણ થઈ શકે છે. આ કાયદાથી પ્રતિમાઓનું મોટા પાયે નિર્માણ કરતા એકમો પરિચિત હશે, પરંતુ પીઓપીનું ઘરેલું નિર્માણ કરતા ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેનાથી જાણકાર નહીં હોય. આવો નિયમ હોવા છતાં પીઓપીની પ્રતિમાઓ બનાવવાની છૂટ આપી શકાય ખરી...? તે લોકચર્ચાનો વિષય બન્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription