જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

જામનગરમાં ઓલ ઈન્ડિયા બી.એસ.એન.એલ ડોટ પેન્શનર્સ એસો.નું જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાયું

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં જિલ્લા કક્ષાનું ઓલ ઈન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસોસિએશનનું અધિવેશન જામનગરમાં યોજવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ આઈ.કે. બોરખતરીયાના અધ્યક્ષ સ્થાને આયોજીત આ કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. તથા અવસાન પામેલા બીએસએનએલ ના નિવૃત્ત કર્મચારીઓ તથા ફેમિલી પેન્સનર્સના માનમાં મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી. આ અધિવેશનમાં મનુભાઈ ચનિયારા (એઆઈબીડીપીએ ના ગુજરાત સર્કલના સેક્રેટરી) સેન્ટ્રલ હેડ કવાટરના સંગઠન મંત્રી કે.સી. શેઠી દિલીપકુમાર વર્મા (એકાઉન્ટ ઓફિસર) જી.ડી. ધમસાણીયા (વાઈસ પ્રેસિડન્ટ  ગુજરાત સર્કલ) આર.યુ. અંજારીયા (ટ્રેઝરર - ગુજરાત સર્કલ)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા સભ્યોનું સ્વાગત ડીસ્ટ્રીકટ સેક્રેટરી એન.એન. કનેરીયાએ કર્યું હતું.. તેમજ સંસ્થાનો અહેવાલ રજુ કર્યો હતો. સંસ્થાના નાણાકીય હિસાબો ડિસ્ટ્રીકટ ટ્રેઝરર જે.ડી. કાચાએ રજુ કરી મંજુર કરાવ્યા હતાં.  આ અધિવેશનમાં બીએસએનએલ ના નિવૃત કર્મચારી, ફેમેલી પેન્સનર્સના પ્રશ્નો તેમજ તા. ૦૧-૦૧-૧૭ થી બીએસએનએલ નિવસત કર્મચારી તથા ફમેલી પેન્સન રીવીઝન કરવા, મેડિકલ બીલ, ડબલ્યુ.એલ.એલ. કનેકશન બંધ થતા મોબાઈલમાં રૃા. ર૦૦ નો ટોકટાઈમ આપવો વિગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષા ર૦૧૯-ર૧ માટેના નવા હોદ્દેદારની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થા પેટ્રન્ટ તરીકે સી.એમ. અમસરા, ડિસ્ટ્રીકટ પ્રેસીડન્ટ તરીકે આઈ.કે. બોખતરીયા, ડિસ્ટ્રીકટ સેક્રેટરી તરીકે એન.એન. કનેરીયા અને ડિસ્ટ્રીકટ ટ્રેઝરર તરીકે જે.ડી. કાચાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય હોદેદારોમાં વાઈસ પ્રેસીડન્ટ એ.આર. ગોધાણી, આર.એ. મહેતા, મન્સુર આલમ અન્સારી, એમ.નજી. સીનોજીયા સહમંત્રી, વી.ડ. ધમસાણીયા, જે.એમ. વ્યાસ, આર.કે. પુંજાણી, જે.એચ. પંડયા, પી.બી. વઘેરા સંગઠન મંત્રી, એચ.એન. ગોહીલ, આર.એમ. લાધાણી, પી.એન. ઠાકર, રામરાજ મહતો, એ.કે. ગચ્છર, એમ.યુ. શેઈખની વરણી કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription