ખીજદડ પાસે અકસ્માતમાં યુવાનનો ભોગ

જામનગર તા. ૧૯ઃ જામ કલ્યાણપુરના ખીજદડ ગામના એક મોટરસાયકલના ચાલક રવિવારની રાત્રે ગોળાઈમાં અકસ્માતે પુલીયા પરથી વોકળામાં પડી જતા ગંભીર ઈજા પામ્યા હતાં. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.

કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામમાં વીરપાલસિંહ રઘુભા જાડેજા (ઉ.વ. ૩૪) નામના યુવાન રવિવારની રાત્રે દસેક વાગ્યે જીજે-૩-એનએન-૮૮૬૩ નંબરના મોટર સાયકલમાં જતા હતાં ત્યારે એક વાડીની ગોલાઈમાં મોટરસાયકલ સંપૂર્ણ રીતે ટર્ન ન થઈ શકતા આ યુવાન વાહન સાથે પુલીયા પરથી નજીકમાં આવેલા વોકળામાં ખાબકી ગયા હતાં.

આ અકસ્માતમાં કપાળમાં ગંભીર ઈજા પામેલા વીરપાલસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજતા જયદીપસિંહ રઘુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ બનાવની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription