નગરમાં કારખાના તથા શેરબજારની ઓફિસમાંથી અડધા લાખની તસ્કરી

જામનગર તા. ૧૯ઃ જામનગરના ગોકુલનગર નજીકના એક કારખાનામાં ગયા સપ્તાહે એક્ઝોસ્ટ ફેનની જગ્યામાંથી પ્રવેશી ગયેલા તસ્કરે અંદરથી રોકડ તથા સીસીટીવીનું ડીવીઆર ઉઠાવ્યુ છે જ્યારે બે દિવસ માટે બંધ રહેલી એક ઓફિસમાંથી ગયા મહિને તસ્કરે રૃા. પચ્ચીસ હજારની રોકડ તફડાવી હતી.

જામનગરના કૃષ્ણનગરમાં રહેતા અને ગોકુલનગર જકાત નાકા પાસે ધ્વની એન્ટરપ્રાઈઝ બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા રોહીતભાઈ જેન્તિભાઈ ભેંસદડીયા ગઈ તા. ૧૨ની રાત્રે પોતાનું કારખાનું બંધ કરી ઘેર ગયા પછી જ્યારે બીજા દિવસે સવારે કારખાને આવ્યા ત્યારે તેઓને ચોરી થઈ ગયાની જાણ થઈ હતી.

તેઓએ કારખાનામાં તપાસ કરતા પાછળના ભાગમાં મૂકવામાં આવેલા એકઝોસ્ટ ફેનની જગ્યામાંથી કોઈ શખ્સ કારખાનામાં પ્રવેશ્યા પછી ખાંખાખોળા કરી ટેબલના ખાનામાંથી રૃા. ૨૮,૦૦૦ રોકડા તથા કારખાનાના સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી ગયાની જાણ થઈ હતી.

તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરની ડીકેવી કોલેજ પાસે આવેલા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઈ બાબુલાલ મહેશ્વરીની શંકરટેકરી ઉદ્યોગ નગરમાં આવેલી ઈન્ડસ ઈન્વેસ્ટમેન્ટ નામની શેરબજારનું કામકાજ કરતી પેઢીને ગઈ તા. ૨૭ ઓક્ટોબરની સાંજથી તા. ૨૯ની સવાર સુધીમાં કોઈ શખ્સે ઓફિસની બારીનો કાચ તોડી સળીયો પણ તોડી નાખી પ્રવેશ કર્યા પછી ટેબલના ખાનામાંથી રૃા. ૨૫,૦૦૦ રોકડા ચોર્યાની ગઈકાલે દીપકભાઈએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એ.આઈ. મુલીયાણાએ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription