ટ્રેનના જનરલ કોચમાં પણ રિઝર્વ સીટ રહેશેઃ રેલવેતંત્રની નવી યોજના

નવી દિલ્હી તા. ૩ઃ રેલવેતંત્રે એક નવી યોજના શરૃ કરી છે, જેમાં જનરલ કોચમાં પણ બેઠક રિઝર્વ રાખી શકાશે અને મુસાફરના ફોટા સાથે બેઠક નંબર વોટ્સએપ દ્વારા મોકલી શકાશે, તેમ જાણવા મળે છે.

રેલવેના જનરલ કોચમાં મુસાફરી કરનાર રેલવે યાત્રીઓ માટે ખુબ સારા સમાચાર અને રાહતની બાબત થઇ ગઇ છે. કારણ કે જનરલ કોચમાં પણ હવે યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળી જશે. રેલવે દ્વારા નવી નવી સુવિધાઓ યાત્રીઓ માટે કરવાની શરૃઆત કરી દીધી છે. જેના ભાગરૃપે હવે આ નવી શરૃઆત કરવામાં આવી છે. જે હેઠળ આપની સીટના નંબર હવે આપના ફોટોની સાથે આપના વોટસ એપ પર આવી જશે. આના કારણે પ્લેટફોર્મ પર લાંબી લાઇનની સમસ્યાથી મુક્તિ મળી જશે. સાથે સાથે અન્ય કેટલીક તકલીફમાંથી પણ મુક્તિ મળી જસે. સીટને લઇને કોઇ ખોટી બાબત બનવાની પણ શંકા રહેશે નહીં.

આ યોજનાને હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવનાર છે. હકીકતમાં પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર મંડળે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પૂર્વ એટલે કે પાસ ફોર અનરિઝર્વ બોર્ડ નામની એક યોજના શરૃ કરી છે. આ યોજના હેઠળ જનરલ કોચ અથવા તો ડબ્બામાં બિન રિઝર્વ સીટ પર આપને કન્ફર્મ સીટ મળી શકશે. અન રિઝર્વ ટિકિટ આપતી વેળા જ યાત્રીઓને બોર્ડિંગ પાસની સુવિધા આપવામાં આવનાર છે. જ્યારે તમે ટ્રેન માટે રેલવે કાઉન્ટર પર ટિકિટ લેશો ત્યારે એક પુરબ કાઉન્ટરની પણ હવે વ્યવસ્થા જોવા મળશે. અહીં ઓળખ પત્ર જોઇને આપના ફોટો પાડી લેવામાં આવશે. ત્યારબાદ આપના વોટેસ એપ નંબર પર ડિજિટલ ટિકિટ જેમાં આપના ફોટો રહેશે તેને મોકલી દેવામાં આવનાર છે.

રેલવે દ્વારા એક પછી એક નવી યોજના શરૃ કરવામાં આવી રહી છે. યાત્રીઓની સુવિધા વધારી દેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રેલવેને હાલમાં ભારે નુકસાન થઇ રહ્યું હોવા છતાં રેલવે દ્વારા યાત્રી સુવિધા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટ્રેનના જનરલ કોચમાં પણ રીઝર્વ  સીટ હવે મળી જશે.

હાલમાં જારી કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે  ભારતીય રેલવેની કમાણી ૧૦ વર્ષની નીચી સપાટી ઉપર પહોંચી ચુકી છે. રેલવેના સંચાલન રેશિયો અથવા તો ઓપરેટિંગ રેશિયો નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા સુધી પહોંચી ગયો છે. આનો મતલબ એ થયો કે, રેલવેને ૧૦૦ રૃપિયા કમાવવા માટે ૯૮.૪૪ રૃપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. કેગના અહેવાલમાં આ મુજબની વાત સપાટી ઉપર આવી છે. ઓપરેટિંગ રેશિયોના આંકડા સપાટી ઉપર આવ્યા બાદ રેલવેની સ્થિતિને સમજવાની બાબત સરળ બની ગઈ છે. સીધી બાબત એ છે કે, પોતાના તમામ સંશાધનો ઉપર રેલવેને બે ટકાની પણ કમાણી પણ થઇ રહી નથી.ટ્રેનના જનરલ કોચમાં વધારો ધસારો હોવાથી યાત્રીઓને કેટલીક વખત ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે લાંબી લાઇનોના કારણે પણ તેમની હાલત કફોડી રહે છે. રેલવે યાત્રીઓ  સુવિધાને વધારી  દેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નવી નવી ટ્રેનો પણ હાલમાં મુકવામાં આવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription