ઈજાગ્રસ્તના પરિવારને રોકડ રકમ સોંપી આપતી ૧૦૮ની ટીમઃ જવાબદારી સાથે ઈમાનદારીનો સમન્વય

જામનગર તા. ૩ઃ લાલપુરના ખેંગારપુર પાસે ગઈકાલે એક આસામીને અકસ્માત નડ્યો હતો. તેઓને ૧૦૮ના સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં ખસેડવા ઉપરાંત તેઓની પાસે રહેલી રૃા. દોઢ લાખ જેવી રકમ ઈમાનદારીપૂર્વક ઈજાગ્રસ્તના પરિવારને સોંપી આપતા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

લાલ૫ુર તાલુકાના ખેંગારપર ગામના કિશોરભાઈ પટેલ નામના ખેડૂત ગઈકાલે સાંજે તેમના ખેતરેથી કામ પૂર્ણ કર્યા પછી પરત ઘર તરફ જવા માટે એક્ટીવા સ્કૂટર પર રવાના થયા હતાં. આ સ્કૂટર માર્ગમાં સ્લીપ થતા કિશોરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.

ઉપરોક્ત અકસ્માતની કોઈએ ૧૦૮ને જાણ કરતા પીપરટોડા લોકેશનમાં રહેલી એમ્બ્યુલન્સ યુદ્ધના ધોરણે ધસી ગઈ હતી. ઈએમટી દિવ્યેશ બીજાણી અને પાયલટ બ્રિજરાજસિંહ વાળાએ સ્થળ પરથી ઈજાગ્રસ્તને ઉપાડી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. બેશુદ્ધ જેવી હાલતમાં રહેલા કિશોરભાઈ પાસેની થેલી ૧૦૮ના સ્ટાફે પોતાની પાસે રાખ્યા પછી તેને ચકાસતા તેમાંથી રૃા. ૧,૪૪,૦૦૦ની રોકડ રકમ મળી હતી. આ રકમ ઈજાગ્રસ્તના ભત્રીજા ચિંતનભાઈને દિગ્વેશ તથા બ્રિજરાજસિંહે સોંપી આપતા આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવા કાર્ય થકી જ ૧૦૮ પર લોકોનો વિશ્વાસ ટકી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription