જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

પેરોલ પર મુક્ત થઈ ફરીથી જેલમાં હાજર ન થનાર પાકા કામના મહિલાની અટકાયત

જામનગર તા. ૧૦ઃ જામનગરના એક મહિલાને વર્ષ ૨૦૦૩માં નોંધાયેલા એક ગુન્હામાં સાત વર્ષની કેદની સજા થયા પછી પેરોલ પર મુક્ત થઈ બહાર આવેલા આ મહિલા ફરીથી જેલમાં હાજર ન થતા તેઓને પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

જામનગરના રડાર ગેઈટ-૧ રોડ પર શેરી નં. ૧૮માં વસવાટ કરતા જ્યોત્સનાબેન બિપીનગીરી ગોસ્વામી નામના મહિલા સામે વર્ષ ૨૦૦૩માં આઈપીસી ૩૦૪ (૧) હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો. તે કેસ ચાલી જતા ગુજરાત હાઈકોર્ટે આ મહિલાને તકસીરવાન ઠરાવી સાત વર્ષની કેદની સજા અને રૃા. ૨૫૦૦નો દંડ ફરમાવ્યો હતો. ત્યારપછી આરોપી મહિલાને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં જ્યાં તેઓ કાઢી રહ્યા હતાં.

આ મહિલાએ નવ દિવસની પેરોલ રજા મેળવવા માટે અરજી કરતા તેઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતાં. જેની મુદ્દત તા. ૨૮-૦૯-૨૦૧૯ના દિને પૂર્ણ થઈ ગઈ હતી. આ દિને ફરીથી જેલમાં હાજર થવાના બદલે તે મહિલા પેરોલ જમ્પ કરી હાજર ન થતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન ગઈકાલે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં સ્ટાફના મેહુલભાઈ ગઢવી, કાસમભાઈ બ્લોચને બાતમી મળી હતી કે આ મહિલા ઈન્દિરા માર્ગ પર એક પેટ્રોલ પંપ પાસે આવ્યા છે. તે બાતમીના આધારે સ્કવોર્ડે તે સ્થળે મહિલા પો.કો. સાથે ધસી જઈ જ્યોત્સનાબેન ગોસ્વામીની અટકાયત કરી તેઓને રાજકોટની જેલમાં મોકલી આપ્યા છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ જે.આર. કરોતરાની સૂચનાથી સ્ટાફના વનરાજસિંહ વાળા, હંસરાજ પટેલ, ચંદ્રસિંહ, લખધીરસિંહ, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, વુમન પોકો મનિષાબેન બેરા સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription