જામનગર જિલ્લામાં ગઈકાલ સુધીમાં ૪૪૨૬ ખેડૂતોની મગફળી ખરીદાઈ

જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે, ગઈકાલ સુધીમાં ૪૪૨૬ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે.

ગઈકાલ સુધીમાં હાપા (જામનગર) માર્કેટ યાર્ડમાં નોંધાયેલા ૮૧૫૯ ખેડૂતોમાંથી ૭૬૧૫ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૫૨૨ ખેડૂતો યાર્ડમાં આવ્યા હતા. જેમાંથી ૪૩૬ ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી હતી. અને ૫૯ ખેડૂતોની મગફળી રીજેક્ટ કરવામાં આવી હતી.

તેવી જ રીતે તેને ધ્રોલ યાર્ડમાં નોંધાયેલા ૬૯૬૯ ખેડૂતમાંથી ૩૪૧૦ ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૪૧૧ ખેડૂતો જ આવ્યા હતા. આ પૈકી ૪૦૬ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી હતી. પાંચ ખેડૂતની મગફળી રીજેક્ટ કરવામાં આવી હતી. જોડીયામાં ૪૫૮૨ ખેડૂતો નોધાયા છે. તેમાંથી ૨૮૬૫ ખેડૂતોને યાર્ડમાં બોલાવવામાં આવ્યા હતા. જો કે માત્ર ૫૮ ખેડૂતો આવ્યા હતા. તેમાંથી ૩૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી હતી અને ૨૮ની રીજેક્ટ કરવામાં આવી હતી.

કાલાવડ માર્કેટ યાર્ડમાં ૧૩૬૧૦ ખેડૂતો નોંધાયેલ છે. તેમાંના ૨૨૧૪ ખેડૂતોને એસએમએસ મારફત બોલાવવામાં આવ્યા હતા. જો કે ૧૫૧૬ ખેડૂતો યાર્ડમાં આવ્યા તેમાંથી ૧૩૮૬ની મગફળી ખરીદવામાં આવી હતી. અને ૧૩૦ ખેડૂતની મગફળી રીજેક્ટ કરવામાં આવી હતી.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં ૧૩૬૨૧ ખેડૂતોની નોંધણી થઈ હતી. તેમાંથી ૧૯૩૫ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. જો કે ૧૨૫૧ ખેડૂતો આવ્યા હતા. તેમાંથી ૧૧૭૪ ખેડૂતોની મગફળી સ્વીકારવામાં આવી અને ૭૭ ખેડૂતની મગફળી રીજેક્ટ કરવામાં આવી હતી.

લાલપુર માર્કેટ યાર્ડમાં ૧૧૬૪૭ ખેડૂતો નોંધાય તેમાંથી ૩૧૧૫ ખેડૂતોને યાર્ડમાં બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦૬૪ ખેડૂતો મગફળી સામે આવ્યા હતા. તેમાંથી ૯૬૭ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી અને ૯૭ ખેડૂતોની મગફળી રીજેક્ટ કરવામાં આવી હતી.

આમ ગઈકાલ સુધીમાં જિલ્લામાં કુલ છ માર્કેટ યાર્ડમાં ૫૮૫૮૬ ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી ૨૧૧૫૪ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૪૮૨૨ ખેડૂતો આવ્યા હતા. જો કે ૪૪૨૬ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે અને ૩૯૬ ખેડૂતોની મગફળી રીજેક્ટ કરવામાં આવી છે. ટકાવારીમાં જોઈએ તો અત્યાર સુધીમાં કુલ ૨૨.૭૯ ટકા ખેડૂતો આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription