હ્યુસ્ટનની 'હાઉડી મોદી' ઈવેન્ટમાં મોટા એલાનના ટ્રમ્પના સંકેત/ નાસાના ઓર્બીટરે પણ વિક્રમ લેન્ડરની તસ્વર ન લઈ શક્યું/ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની  ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી/ સાઉદી અરેબીયામાં ભાવનગરના ૮ સહિત ૧૪ ગુજરાતીઓ ફસાયા

પીપરટોડામાં જિલ્લા પંચાયત દ્વારા સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિનામૂલ્યે વિતરણ

જામનગર તા. ૧૧ઃ મેલેરિયા મુક્ત ગુજરાત-ર૦રર અભિયાન અંતર્ગત વાહક મચ્છર નિયંત્રણની કામગીરી માટે ભારત સરકાર દ્વારા જામનગર (ગ્રામ્ય) જિલ્લાને મચ્છરદાની મેલેરિયા, ડેન્ગ્યૂ રોગ નાબૂદ કરવા વર્ષ ર૦૧૯ માં સગર્ભા બહેનોને ફાળવવામાં આવી છે.

લાલપુર તાલુકાના, પ્રા.આ.કેન્દ્ર પીપરટોડા ગામમાં જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ શ્રીમતી નયનાબેન પ્રવિણભાઈ માધાણી, ચેરમેન જાહેર આરોગ્ય સમિતિ શ્રીમતી રેખાબેન અરવિંદભાઈ ગજેરા, ગામના સરપંચ લાખાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, ઉપસરપંચ પંકજસિંહ જાડેજા, રોગી કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના લોક આગેવાન પ્રવિણભાઈ માધાણી અને અરવિંદભાઈ ગજેરા, જિલ્લા મેલેરિયા અધિકારી જેે. એન. પારકર, મેડિકલ ઓફિસર ડો. પી.એમ. ખાણધર, ડો. એચ.એચ. મકવાણા, ડે. જિલ્લા આઈ.ઈ.સી. ઓફિસર નિરજ મોદી અને પીપરોડાના સુપરવાઈઝર જી.આર. ખરા, જિલ્લા સુપરવાઈઝર ડી.પી. પંડ્યા, રાકેશ એમ. શાહ તેમજ આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં વર્ષ ર૦૧૯ ની નોંધાયેલ સગર્ભા બહેનોને મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે વિતરણ કરી આ ઝુંબેશની શરૃઆત જિલ્લામાં કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેને જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ફાળવેલ મચ્છરદાનીના જથ્થા મુજબ તા. ૯.૯.ર૦૧૯ થી ઝુંબેશ રૃપે શરૃ કરેલ રાઉન્ડ-૧ માં જામનગર જિલ્લામાં જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોળ તાલુકાના તમામ ગામ એમ કુલ ૩૩૪ ગામોની ૧૦,૩૦૦ નોંધાયેલ સગર્ભા બહેનોને આપવામાં આવશે. તેમજ મચ્છરદાનીના ઉપયોગથી જિલ્લામાં સગર્ભા બહેનોને મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા જીવલેણ મચ્છરજન્ય રોગથી બચાવી શકાય છે. જેથી માતા મરણ પણ અટકાવી શકાય છે. મચ્છરદાની એ અસરકારક, કિફાયતી, બિનખર્ચાળ અને વ્યક્તિગત સ્વબચાવનું પગલું છે. ગામની તમામ સગર્ભા બહેનો મચ્છરદાનીનો બહોળો ઉપયગ કરે તેવું પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મેલેરિયા અધિકારી જે.એન. પારકર, ડીડીઓ કે.એમ. જાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઓ.જી. બથવાર, પીપરટોડાના મેડિકલ ઓફિસર ડો. પી.એમ. ખાણધાર, ડો. એચ.એચ. મકવાણા, ડેપ્યુટી જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી નિરજ મોદી 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription