જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

ફટાકડાના પરવાના માટેની અરજી કરવાની મુદ્દતમાં વધારો

જામનગર તા. ૯ઃ જામનગર (શહેરમાં) આગામી દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ/વેચાણ માટે અરજદારો તેમજ અન્ય કોઈ વ્યક્તિ જામનગર શહેરમાં આવેલ પ્રદર્શન મેદાન તરીકે ઓળખાતી જમીનમાં તથા ગાંધીનગર વિસ્તાર રેલવે સ્ટેશન પાસેની જગ્યા તરીકે ઓળખાતી જમીનમાં શેડ ઉભા કરી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓને નિયમાનુસાર ભાડુ વસુલ કરી પ્લોટ ફાળવવામાં આવશે. આવા વ્યક્તિઓએ નિયત નમૂનાઓમાં જરૃરી આધાર-પુરાવાઓ સાથેની અરજી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ જામનગર (શહેર)ની કચેરી, મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૃ સેકશન રોડ, જામનગરમાં તા. ૧-૧૦-૧૯ સુધીમાં રજુ કરવા જણાવેલ હતું. પરંતુ દિવાળીના તહેવારને ધ્યાને લેતા પુખ્ત વિચારણા કરતા તા. ૧૧-૧૦-૧૯ સુધી અરજી સ્વીકારવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. નિયમાનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી /પરવાનો આપવા નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી શકશે. આ અંગેના અરજી ફોર્મ સંબંધિત કચેરીમાંથી મળી શકશે. તા. ૧૧-૧૦-૧૯ પછી રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહીં. જેની પણ સંબંધકર્તાએ નોંધ લેવા સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ જામનગર (શહેર)ની યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription