જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

નગરમાં રખડતા ઢોર, બિસ્માર માર્ગો અને રોગચાળા અંગે મહિલા કોંગ્રેસ આકરા પાણીએ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં રોગચાળો રખડતા ઢોર, બિસ્માર માર્ગો સહિતના પ્રાણપ્રશ્નો અંગે મહિલા કોંગ્રેસે આકરા પાણીએ સત્તાવાળાઓને ઢંઢોળવા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નો સત્વરે નહીં ઉકેલાય  તો આંદોલનનું રણશીંગુ ફૂંકવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

જામનગર મહાનગરપાલિકાના નિષ્ક્રિય, નિંભર, બેદરકાર, કામચોર તથા ભ્રષ્ટ તંત્રનો ભોગ સમગ્ર જામનગર શહેરની જનતા બની રહી છે. વરસાદે વિરામ લીધા પછી જામનગર શહેરમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, તાવ સહિતનો રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે તેમજ સમગ્ર શહેરમાં મુખ્ય માર્ગો, શેરી-ગલીઓના માર્ગો તૂટી ગયા છે. માર્ગોમાં ખાડા-ગાબડા પડી જવાથી બિસ્માર બની ગયા છે.

આવી અતિ ખરાબ પરિસ્થિતિ સાથે સમસ્યાઓ વધુને વધુ ગંભીર બની રહી છે, ત્યારે સત્તાવાળાઓ સામે મહિલા કોંગ્રેસે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી આ તમામ સમસ્યાઓનો ઉકેલ કેટલા દિવસમાં આવશે તેવા નિશ્ચિત જવાબની માગણી અને આંદોલનની ચેતવણી સાથે અલ્ટીમેટમ આપતું આવેદનપત્ર મ્યુનિ.કમિશનરને સુપરત કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાની હેઠળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટર જેનમબેન ખફી, વોર્ડ પ્રમુખ ભાનુબેન પરમાર, શહેર મંત્રી અર્ચનાબેન, શહેર મંત્રી સહારાબને મકવાણા સહિતના મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી વગેરેએ આવેદનપત્ર સુપરત કરી સત્તાવાળાઓને કુંભકર્ણની ઊંઘમાંથી જાગૃત થવા માંગણી કરી હતી. મહિલા કોંગ્રેસ દ્વારા રજૂ થયેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગરની શાંતિપ્રિય જનતા મુંગા મોઢે સમસ્યાઓથી પીડા ભોગવી રહી છે. શાસકો જાણે પ્રજાની સહનશીલતાની કસોટી કરી રહ્યા હોય તેમ આંખ આડા  કાન કરી દરેક પ્રશ્નોને નજરઅંદાઝ કરી રહ્યા છે.

શહેરની વર્તમાન ગંભીર સમસ્યા આરોગ્યની સમસ્યા છે. સફાઈનો અભાવ અને સફાઈ તંત્રની દાંડાઈ તેમજ સફાઈ વિભાગ પર કોઈનું કોઈનું નિયંત્રણ નહીં હોવાના કારણે ચારે તરફ કચરા-ગંદકી ફેલાયેલા રહે છે. મચ્છર ઉત્પત્તિ સ્થાનો અંગે કડક પગલાં લેવાતા નથી. પરિણામે રોગચાળો વકરી રહ્યો છે.

શહેરના રસ્તાઓ ગામડાથી પણ બદતર બની ગયા છે. મોટા મોટા ગાબડા-ખાડા પડી ગયા છે. કોર્પોરેટરોને રસ્તાઓના સ્મારકામ માટે ગ્રાન્ટ આપવાના ઠરાવનો અમલ થતો નથી. જામનગરમાં લોકશાહીના નામે લોલમલોલ ચાલે છે. લોકોના ટેક્સના નાણા ગ્રાન્ટ મારફતે વિકાસ કામો માટે વાપરવાના હોય છે, તેમાં પણ સરકાર દ્વારા જામનગર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવી રહ્યું છે.

શહેરમાં રોગચાળાના કારણે ડેન્ગ્યૂના રોગથી લોકોના મરણ થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કોણ? ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવતો નથી, ઘરે ઘરે માંદગીના ખાટલા છે.

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં રાજકારણ ચાલી રહ્યું છે. પરિણામે ઢોરમાલિકો તેમના ઢોરને શહેરમાં પ્રજાની હેરાનગતિ વધારવા છૂટ્ટા મૂકી દ્યે છે. રખડતા ઢોરના કારણે તાજેતરમાં જ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે, તેમ છતાં ઢોરમાલિકો સામે કોઈ દાખલારૃપ સજા સહિતની કાર્યવાહી થઈ નથી. ઢોર અંગેનું જાહેરનામું માત્ર કાગળ ઉપરનું નાટક પૂરવાર થયું છે. ઢોરમાલિકો પર કોઈનો કન્ટ્રોલ નથી તેવું પૂરવાર થઈ રહ્યું છે.

જામનગરના લોકોને આ સમસ્યાઓમાંથી છૂટકારો મળે તેવા તમામ પગલાં યુદ્ધના ધોરણે લેવા મહિલા કોંગ્રેસે જામનગરની જનતા વતી ઉગ્ર માંગણી કરી છે.

જો ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ધરણાં સહિતના આંદોલન કરવામાં આવશે અને શાસકોની અણઆવડત તથા નિષ્ક્રિયતા તેમજ નિષ્ફળતાને લોકો સમક્ષ લાવવામાં મહિલા કોંગ્રેસ લડત ચલાવશે તેમ આવેદનપત્રના અંતમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription