ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૨ઃ ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૃપે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર દ્વારા તાલુકા કક્ષાનો ભરતી મેળો તા.૧૫-૦૯-૨૦૧૮, શનિવારના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે રોજગાર કચેરી ગ્રાઉન્ડ, આઈ.ટી.આઈ કેમ્પસ અંદર, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
આ ભરતીમેળામાં જુદા-જુદા સર્વીસ સેક્ટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે તેમજ રોજગાર વાંચ્છુ ઉમેદવારો પોતાના પગભર થઈ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ તાલુકા કક્ષાના ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦-૧૨ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમર મર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે.
આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-જામનગરમાં નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન સવારે ૧૦ કલાકે સ્થળ પર જ કરવામાં આવશે તેમ મદદનીશ નિયામક (રોજગાર), જામનગરની યાદીમાં જણાવ્યું છે.