જમિયતે અયોધ્યા કેસમાંથી રાજીવ ધવનને પડતા મૂક્યા

નવી દિલ્હી તા. ૩ઃ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષ તરફથી પોતે હિન્દુ હોવા છતાં પૂરી વફાદારીથી કેસ લડનાર રાજીવ ધવનને જમિયતે પડતા મૂકતા શોશ્યલ મીડિયાના માધ્યમથી ધવને આઘાત વ્યક્ત કર્યો છે.

સિનિયર ધારાશાસ્ત્રી રાજીવ ધવનને અયોધ્યા કેસમાંથી જમિયતે પડતા મૂક્યા છે. તે પછી ધવને ફેસબુક પર પોતાના એકાઉન્ટમાં આ અંગે આઘાત અને દુઃખ વ્યક્ત કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, જન્મે અને કર્મે હિન્દુ હોવા છતાં ધવને પૂરેપૂરી પ્રામાણિક્તાથી મુસ્લિમ પક્ષ વતી સુપ્રિમ કોર્ટમાં ૪૦ દિવસ સુધી સતત રોજ ચાલેલી સુનાવણીમાં બેમિસાલ કામગીરી કરી હતી. જમિયતે ધવનની તબિયત સારી રહેતી નથી એવું બહાનું આગળ કરીને ધવનને અયોધ્યા કેસમાં પડતા મૂક્યા છે.

ધવને ફેસબુક પર લખ્યું કે મને સુન્ની વકડ બોર્ડ વતી ધારાશાસ્ત્રી એજાઝ મકબૂલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મને અયોધ્યા કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. મારી તબિયતનું બહાનું કાઢ્યું છે. મને કાઢી મૂકવાનો એ લોકોને હક્ક છે, પરંતુ જે કારણ આગળ કર્યું છે એ વાજબી નથી.

તેમણે લખ્યું કે મને જણાવવામાં આવ્યું કે તમારી તબિયત સારી રહેતી નથી એટલે આ કેસમાંથી તમને મુક્ત કરવામાં આવે છે. આ વાત નર્યો બકવાસ છે. મારી તબિયત એકદમ સરસ છે, પરંતુ જે રીતે મને બરખાસ્ત કરવામાં આવ્યો એનાથી સ્વાભાવિક રીતે જ મને દુઃખ થયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription