નદીના પટમાંથી અંગ્રેજી શરાબની બે બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગર તા. ૧૯ઃ જામનગરના વ્હોરાના હજીરા પાસે નદીના પટમાંથી પોલીસે અંગ્રેજી શરાબની બે બોટલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે જ્યારે દિગ્વિજય પ્લોટમાં એક મકાનમાંથી શરાબની અડધી બોટલ સાંપડી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા વ્હોરાના હજીરા નજીકના નદીના પટ પાસેથી ગઈરાત્રે પોલીસે નવાગામ ઘેડમાં આવેલા ભરવાડ પાળામાં રહેતા વિજય ડાહ્યાભાઈ રાતડીયા નામના ભરવાડ શખ્સને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડી પાડ્યો છે. વેચાણ માટે રાખવામાં આવેલી બન્ને બોટલ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૫૮માં આવેલા બાળકોના સ્મશાન નજીક વસવાટ કરતા ગૌતમ મુળજીભાઈ ઉર્ફે ભીખા ચાંદ્રાના મકાનમાં સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી શરાબની અડધી બોટલ સાંપડી હતી જ્યારે દરોડા પહેલા આરોપી નાસી જવામાં સફળ થયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription