ત્રણ મહિનાથી બંધ થયેલી ઓખા-વિરમગામ-ઓખા લોકલ ટ્રેન પુનઃ શરૃ થઈઃ હાલ દ્વારકા સુધી દોડશે

ખંભાળીયા તા. ૧૯ઃ ઓખા-વિરમગામ-ઓખા ટ્રેન (ટ્રેન નં. પ૯પ૦૩, પ૯પ૦૪) છેલ્લા ત્રણ મહિનાથી બંધ કરી દેવામાં આવી હતી અને તે હાપા સુધી જ દોડતી હતી.

દ્વારકા, ખંભાળીયા, ઓખા વિસ્તારના લોકો માટે સસ્તા ભાડાવાળી અને અનુકૂળ સમયવાળી આ ટ્રેન બંધ કરી દેવાથી લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ ટ્રેન પુનઃ શરુ કરવા આ વિસ્તારના લોકો, સંસ્થાઓએ સંસદસભ્ય પૂનમબેન માડમને રજૂઆતો કરી હતી. તાજેતરમાં જ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા, સંસદસભ્યની શુભેચ્છા મુલાકાતે આવ્યા અને "કંઈ કામ કહો" જણાવતા પૂનમબેન માડમે આ બંધ ટ્રેનને પુનઃ શરૃ કરવા જણાવ્યું અને આ ટ્રેન શરૃ થઈ ગઈ છે. હાલ આ ટ્રેન ઓખા સુધી નહીં પણ દ્વારકા સુધી દોડશે. આ વિસ્તારના લોકોને અપ-ડાઉનમાં ખૂબ જ ઉપયોગી અને અનુકૂળ ટ્રેઈન શરૃ થતાં સંસદસભ્ય પ્રત્યે અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription