એન.ડી.એ.માંથી બહાર કાઢનારા તમે કોણ?ઃ શિવસેના

મુંબઈ તા. ૧૯ઃ શિવસેનાના મુખપત્ર 'સામના'માં ભાજપ પર સણસણતા ચાબખા સાથે તીખા પ્રહારો કરાયા છે.

મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે શિવસેના ભાજપ પર સતત નિશાન સાધી રહી છે. શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં ફરી એક વખત ભાજપના નેતાઓ પર સણસણતા ચાબખા માર્યા. શિવસેનાએ ભાજપના નેતાઓને પૂછ્યું કે અમને એનડીએમાંથી કાઢવાવાળા તમે કોણ છો.

શિવસેનાએ જણાવ્યું કે એનડીએમાં શિવસેના ન હોવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ દિલ્હીના ભાજપના નેતાઓએ ક્યા આધારે અને કોની મંજુરીથી આ જાહેરાત કરી. દિલ્હીના મોદી પ્રધાનમંડળમાંથી કોઈ એક પ્રહ્લાદ જોષીએ આ જાહેરાત કરી કે કોંગ્રેસ અને એનસીપી સાથે શિવસેના જોડાઈ હોવાથી તેમને એનડીએમાંથી બહાર કાઢવામાં આવી છે અને તેમના સાંસદોને ગૃહમાં વિરોધ પક્ષમાં બેસાડવામાં આવ્યા છે.

શિવસેનાએ કહ્યું કે જેમણે આ જાહેરાત કરી છે તેમને શિવસેનાનો મર્મ અને એનડીએનો ધર્મ અને કર્મ ખબર નથી. શિવસેનાને બહાર કાઢવાની વાતો કરનારાઓએ એક વખત ઈતિહાસ સમજી લેવો જોઈએ. બાળાસાહેબ ઠાકરે, અટલ બિહાર વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડીઝ જેવા દિગ્ગજોએ જ્યારે એનડીએનો પાયો નાંખ્યો ત્યારે રાજના દિલ્લીશ્વર ગોદડીમાં પણ નહોતા. તો કેટલાકનો તો જન્મ પણ નહોતો થયો તેવો વેધક કટાક્ષ શિવસેનાએ કર્યો.

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને પેચ ફસાયો છે. ત્યારે શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જલદી જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનશે તેવો દાવો કર્યો છે.

સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જલદી જ લોકપ્રિય સરકાર બનશે. કોઈપણ પક્ષ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઈચ્છતંુ મહારાષ્ટ્રમાં શરદ પવારે હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી.

શિવસેના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે તે નિશ્ચિત છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. શરદ પવારને લઈને તેમણે કહ્યું કે, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર રચવાની પ્રક્રિયા પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. સોમવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે યોજાયેલી બેઠક પછી સસ્પેન્સ સર્જાયું છે. દિલ્હીમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ફરી એક વખત યોજાનારી મહત્ત્વની બેઠક ઈન્દિરા ગાંધીની જન્મ જયંતીનેલઈને મોકૂફ રહી છે.

પહેલા એવું મનાઈ રહ્યું હતું કે, પવાર અને સોનિયા વચ્ચેની બેઠક પછી મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને કોઈ અંતિમ નિર્ણય આવી શકે છે, પરંતુ હજુ એવા કોઈ અણસાર દેખાતા ન હોવાથી શિવસેનાના નેતાઓનો ઉચાટ વધી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription