વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

સિકોમની યાદી મુજબ ભળતી કંપનીની હરાજી અટકાવવા રિલાયન્સની દરખાસ્ત

જામનગર તા. ૧રઃ કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એકસ્પોર્ટસ લિમિટેડ તથા કેમરોક એગ્રિટેક પ્રા. લિમિટેડની સંપત્તિના વેંચાણ અંગે કેટલાંક અખબારોમાં આવેલા અહેવાલો વિષે અમે નીચે મુજબની સ્પષ્ટતા કરવા માંગીએ છીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) એ કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટસ લિ.ની સંપત્તિઓ બેંકોના કોન્સોર્શિયમ પાસેથી ઈ-ઓકશન પ્રક્રિયાથી સપ્ટેમ્બર-ર૦૧૭ માં ખરીદી હતી. આ સંપત્તિઓનો કબજો મેળવવામાં આવ્યો હતો અને તેનું સંપાદન પણ પૂરૃં કરી લેવામાં આવ્યું હતું.

સિકોમ લિમિટેડ (એસ.આઈ.સી.ઓ.એમ.) એ ૬-સપ્ટેમ્બરના રોજ એક પબ્લિક નોટીસ દ્વારા કેમરોક એગ્રિટેક પ્રા.લિમિટેડની સંપત્તિઓની હરાજીની દરખાસ્ત કરી છે જે કંપની અલગ છે અને તે 'જ્યાં છે, જે છે અને જેવી છે'ના આધારે છે.

આર.આઈ.એલ.એ સંપાદિત કરેલી સંપત્તિઓ અને સિકોમે જેની હરાજી કરી છે તે સંપત્તિઓ બે જુદી-જુદી કંપનીઓની છે. સિકોમની હરાજીની નોટીસમાં ખોટી રીતે એવી સંપત્તિઓના પાર્સલોની યાદી મૂકાઈ ગઈ છે જેની જમીનનો કબજો હાલમાં અમારી પાસે છે. સિકોમના ધ્યાને આ બાબત મૂકવામાં આવી છે અને અમે તેને વિનંતી કરી છે કે તે આ હરાજી તત્કાળ બંધ કરી આ જમીનોની હરાજીની બાબતમાં આગળ ન વધે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00