હ્યુસ્ટનની 'હાઉડી મોદી' ઈવેન્ટમાં મોટા એલાનના ટ્રમ્પના સંકેત/ નાસાના ઓર્બીટરે પણ વિક્રમ લેન્ડરની તસ્વર ન લઈ શક્યું/ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની  ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી/ સાઉદી અરેબીયામાં ભાવનગરના ૮ સહિત ૧૪ ગુજરાતીઓ ફસાયા

જામનગરમાં ગૌમાતાના મૃત્યુ માટે કારણભૂત વીજતંત્રઃ પ્રિ-મોન્સુન કામગીરીમાં બેદરકારી

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં મ્યુનિ. કમિશનરના બંગલાની પાસે એક જ મહિનામાં વીજ કરંટ લાગવાથી બે ગૌમાતાના મરણ નિપજતાં પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવી આવી ઘટના માટે વીજતંત્રની પ્રિ-મોન્સુન કામગીરીમાં બેદરકારી કારણભૂત હોવાનો આક્ષેપ કર્યો હોવાનું જણાવ્યું છે. તેમણે આવી બેદરકારી દાખવનાર જવાબદાર ઈજનેર વિરૃદ્ધ પગલાં લેવા માંગણી કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આજથી એક મહિના પહેલા સદર વીજ લાઈનમાં આ જ જગ્યા ઉપર આવો જ બનાવ બન્યો હતો અને વીજ અકસ્માતથી તે સમયે પણ એક ગૌમાતાનું કરૃણ મૃત્યુ થયું હતું. તે દિવસે પણ આ વિસ્તારના રહેવાસી દ્વારા નાયબ ઈજનેરને તેમજ તેમના કર્મચારીઓને આ વીજ અકસ્માત અટકાવવા  માટે વીજ કડન્ક્ટરની જગ્યાએ વીજ કેબલ નાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ આ રજૂઆતને પટેલ કોલોની સબ ડિવિઝનના નાયબ ઈજનેર દ્વારા ધ્યાને લેવામાં આવેલ ન હતું અને એલ.ટી. લાઈનનો કેબલ નાંખવામાં આવેલ ન હતો. જેના પરિણામ સ્વરૃપ ફરીથી આ વીજ અકસ્માત થયો છે અને ફરી ગૌમાતાનું કરૃણ મૃત્યુ થયું છે.

આ બન્ને બનાવ માટે નાયબ ઈજનેર પટેલ કોલોની તથા તેમના કર્મચારીઓ સંયુક્તપણે જવાબદાર છે તથા તેમના દ્વારા આ બાબતે અગાઉ જ્યારે અકસ્માત થયો માટે ફરીથી અકસ્માત ન થાય તે માટે જરૃરી પગલાં લેવામાં ન આવવાને કારણે પણ આ અકસ્માત થયો છે.

આ ઉપરાંત બે-ત્રણ દિવસ પહેલા પંચવટી ગૌશાળા વિસ્તારમાં ઝાડ પડવાના કારણે આ વિસ્તારમાં લોકોને ચોવીસ કલાકથી પણ વધારે વીજ પુરવઠાથી લોકો વંચિત રહ્યા હતાં. તેમાં પણ વરસાદ પહેલા કરવામાં આવેલ કામગીરી નબળી અથવા તો નહીંવત્ કરવાથી આવા બનાવ બન્યા છે.

જામનગર શહેરના એચ.ટી. લાઈન સંભાળતા નાયબ ઈજનેરની જગ્યા ઘણાં સમયથી ખાલી છે, તથા ઈન્ચાર્જ નાયબ ઈજનેર દ્વારા અન્ય જવાબદારીને કારણે આ વિસ્તારમાં કામગીરીમાં પૂરતું ધ્યાન ન દેવાને કારણે આવા બનાવો બને છે. જેનો ભોગ ત્યાં રહેતા રહેવાસીઓ બને છે. ગૌમાતાના થયેલ મૃત્યુમાં જવાબદાર કર્મચારી તેમજ પ્રિ-મોન્સુન કામગીરીમાં દાખવેલ ઘોર બેદરકારીમાં જવાબદાર અધિકારી ઉપર ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલાં લેવા તેમજ આવા બનાવો ભવિષ્યમાં ન બને તેની માટેની તકેદારી રાખવા તેમણે રજુઆત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription