જામનગરઃ રંગમતિ રિવરફ્રન્ટના કેનાલના કામમાં ભ્રષ્ટાચાર

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં રંગમતતિ રિવરફ્રન્ટના કેનાલના પાઈપ, ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. તેની વિજિલિયન્સ તપાસ કરવા અને તેમજ કેનાલની સફાઈ કરાવવા અંગે મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજીએ મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, જામનગરમાં વિશ્વ બેંકની સહાયથી આઈ.સી.ઝેડ.એમ. પ્રોજેક્ટ ગ્રાન્ટ અંતર્ગત જે-તે સમયે રૃા. ૧પ૮.૩૩ લાખના કામ મંજુર કરવામાં આવ્યા હતાં.

આ કામની ટેન્કર પ્રક્રિયા સરકરની ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા કરવામાં આવી હતી. દરેક કામના કન્સલટન્ટ તરીકે મે. મોટ મેક ડોનાલ્ડ પ્રા.લિ.ની નિમણૂક કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ અન્વયે તમામ કામોનો સર્વે, ડિઝાઈન, ડ્રોઈંગ, એપ્રુવલ, સમરવિઝન, ક્વોલીટી વર્કમેનશીપ વગેરે સહિતની તમામ બાબતો કન્સલટન્ટ અને મહાનગરપાલિકા દ્વારા જોવામાં આવી હતી.

જે-તે સમયના પદાધિકારીઓની મીલીભગતથી મે. દિનેશચંદ આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રા.લિ. કંપનીને ૬.૭૧ કરોડના ખર્ચના મંજુરી અને સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કર્યું  હતું. આ કામ પૈકીના તા. ૧૯.૯.ર૦૧૯ ના સામાન્ય સભામાં મેયર દ્વારા થર્ડ પાર્ટી દ્વારા તપાસ કરવાનો આદેશ કર્યો હતો. આમ છતાં પાઈપ, ગટર, કેનાલનું કોઈ અધિકારી દ્વારા સફાઈ કરાવવામાં આવી ન હતી. ભૂગર્ભ શાખાના કોઈ જવાબદાર અધિકારીએ વિઝિટ કરી નથી. આ પાઈપ ગટરનું રૃપિયા ૬.૭૧ કરોડનું કામ એ હેતુથી મંજુર થયું હતું કે ગઢની રાંગની અંદર રહેતા વિસ્તારના લોકોને ગંદુ પાણી કેનાલમાં સમાવેશ કરવાનું થતું હતું, જેમાં ૬.પ૦ કરોડ રૃપિયાની રિવરફ્રન્ટ ભૂગર્ભ ગટરનું કામ થયેલ છે તેમાં પટણીવાડ, પુરબિયા ખડકીનો સમાવેશ થાય છે. છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટરનું પાણી રોડ ઉપર ફરી વળે છે. આ અંગે રજૂઆત કરવા છતાં દાદ આપવામાં આવતી નથી. જેની અસર ર૦૦ મકાનોમાં થવા પામી છે. લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે.  આમ લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગટરનું પાણી કેનાલમાં નિકાલ નહીં થવાનું કારણ, કેનાલનું કામ હલકી ગુણવત્તાવાળું થયું છે. ક્યા અધિકારી આ માટે જવાબદાર છે. રિવરફ્રન્ટવાળી સફાઈ માટે કોની જવાબદારી છે. કોન્ટ્રાક્ટરની કે મહાનગરપાલિકાની? તેની સ્પષ્ટતા કરવી જોઈએ. આ અંગે વિજિલિયન્સ તપાસ કરવી જોઈએ. જરૃર પડ્યે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી અપાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription