વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

નગરમાંથી બે વર્લીબાજની ધરપકડઃ ઘોડીપાસા ખેલતા બે ખેલંદા ઝબ્બે

જામનગર તા.૧૨ ઃ જામનગરના વૈશાલીનગર પાસેથી પોલીસે બે વર્લીપ્રેમીઓને પકડી કપાત લેતા શખ્સનું નામ ઓકાવ્યું છે. જ્યારે હવાઈચોક પાસેથી બે શખ્સો ઘોડીપાસાનો જુગાર રમતા મળી આવ્યા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે આવેલા ધરારનગર-૧ નજીકના વૈશાલીનગરમાંથી ગઈકાલે સાંજે પોલીસે અબ્દુલહમીદ મામદ વાંઢા સમા તથા બશીર સીદીક સુમારિયા નામના બે શખ્સોને પોલીસે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લેતા પકડી પાડયા છે. આ શખ્સોના કબજામાંથી રૃા.૪૧૮૦ રોકડા, ત્રણ મોબાઈલ, એક બાઈક, એક્ટિવા મળી કુલ રૃા.૮૭૧૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સોએ પોતાની પાસેથી કપાત લેતા જાવેદ સુલેમાન સમાનું નામ આપ્યું છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ઘુઘરાવાળાની પાછળની ગલીમાંથી ગઈકાલે રાત્રે સિટી-એ ડિવિઝનના સ્ટાફે જીતેન્દ્ર નરેન્દ્રભાઈ નાખવા તથા અરવિંદ દેવજીભાઈ જોઈસર નામના બે શખ્સોને જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડયા છે. રૃા.૧૭૧૦ની રોકડ કબજે કરી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00