હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

કાલાવડમાં મોબાઈલની દુકાનમાં તાળા તોડી ચોરી

જામનગર તા.૧૨ ઃ કાલાવડમાં આવેલી મોબાઈલની એક દુકાનમાં ગયા મહિને રાત્રિના સમયે બે શખ્સોએ તાળા તોડી પ્રવેશ કર્યા પછી ચાર મોબાઈલની ચોરી કર્યાની વેપારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના ફૂટેજમાં દેખાતા શખ્સોની શોધ શરૃ કરી છે.

કાલાવડમાં આવેલી શ્રી માર્કેટમાં મોબાઈલની દુકાન ચલાવતા હિતેશભાઈ પ્રવિણભાઈ પાંભર નામના વેપારી ગઈ તા.૧૩ ઓગષ્ટની રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા પછી જ્યારે બીજા દિવસે સવારે દુકાને આવ્યા ત્યારે તેઓએ દુકાનના તાળા તૂટેલા જોયા હતા. ત્યાર પછી હિતેશભાઈએ દુકાનમાં ચકાસણી કરતા અંદરથી ચાર મોબાઈલ ફોન ગુમ હોવાનું જણાઈ આવતા તેઓએ પોતાની દુકાનમાં મૂકેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં તા.૧૩ની રાત્રે રઃપ૦થી ૩ઃપપ સુધીના સમયમાં દુકાનમાં બે અજાણ્યા શખ્સો પ્રવેશતા હોવાનું અને તેઓએ રૃા.૯૪૦૦ની કિંમતના ચાર મોબાઈલ ઉઠાવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

આ બાબતની એક મહિના પછી ગઈકાલે હિતેશભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૭, ૧૧૪ હેઠળ ગુન્હાની નોંધ કરી આરોપીઓના સગડ દબાવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00