વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા માલદિવઃ રાષ્ટ્રપતિ સોલિહના શપથ સમારોહમાં થશે સામેલ /ઈન્ડોનેશીયાના સુવાલેસીમાં ભૂકંપઃ ભૂસ્ખલનના કારણે ૭ વ્યક્તિના નિપજયાં મૃત્યુ / રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસની મોટી ચાલઃ વસુંધરા રાજે સામે લડશે જશવંત સિંહના દિકરા /

ગણેશ ચોથ નિમિત્તે આવતીકાલે ૫૧૦૦ લાડુના ભોગ સાથે વિશેષ દર્શન

દ્વારકા તા. ૧૨ઃ આવતીકાલે તા. ૧૩ મી સપ્ટેમ્બરના ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીના શુભદિને દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાના ત્રણબત્તી ચોકમાં આવેલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે વિશેષ પૂજન-અર્ચનનું આયોજન દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવશે.

ઈશ્વરભાઈ ઝાખરીયા પરિવાર દ્વારા વિઘ્નહર્તા દેવના આગમનને આવકારતા વિશેષ પૂજન-અર્ચન કરાયા પછી વિનાયક ગણપતિને ૫૧૦૦ મોદક (લાડુ)નો વિશેષ ભોગ ધરાવવામાં આવશે. ત્યાર પછી ભાવિકોને વિતરણ કરાશે. ગણાધ્યક્ષનું વિશેષ પૂજન તા.૧૩-૦૯-૨૦૧૮, ગુરૃવારે સાંજે ૫ વાગ્યે તથા ધૂમ્રકેતુની વિશેષ આરતી સાંજે ૭ઃ૩૦ કલાકે યોજાશે. આ વિશેષ અવસરમાં એકદંતાય ગણપતિજીના આગમનને વધાવવા તેમજ પૂજન-અર્ચન તથા પ્રસાદીનો લાભ લેવા સ્થાનિક ભાવિકોને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા તથા ટ્રસ્ટીગણે જણાવ્યુ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00