ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ગુલાબનગર પાસે રહેણાંકમાંથી બાર બોટલ પકડાઈઃ આરોપીની ધરપકડ

જામનગર તા.૧૨ ઃ જામનગરના હાલાર હાઉસ પાસેથી ગઈરાત્રે પોલીસે એક બાઈકમાં લઈ જવાતી શરાબની નવ બોટલ પકડી પાડી છે. જ્યારે ગુલાબનગર પાસે એક મકાનમાંથી બાર બોટલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના નાગનાથ નાકા પાસે ગઈરાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન બારેક વાગ્યે ત્યાંથી પસાર થયેલા જીજે-૧૦-એએચ ૩૦૯૭ નંબરના મોટરસાયકલને પોલીસે શકના આધારે રોકાવી તેના ચાલક નવાનાગનામાં પાણીના ટાંકા પાસે રહેતા રમેશ મેઘજીભાઈ કણઝારિયા ઉર્ફે રમલા નામના શખ્સની તલાશી લીધી હતી. આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની નવ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૪૫૦૦ની કિંમતની બોટલ તેમજ બાઈક કબજે કરી રમેશની ધરપકડ કરી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા દિલ્હી દરબાર રેસ્ટોરન્ટની પાછળના ભાગમાં આવેલા એક મકાનમાં અંગ્રેજી શરાબ રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા ગઈરાત્રે પોલીસે ત્યાં આવેલા તૌફિક હુસેનભાઈ પીપરવાડિયાના મકાનમાં દરોડો પાડયો હતો તે મકાનની તલાશી લેવાતા અંગ્રેજી શરાબની બાર બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૬ હજારની બોટલ કબજે કરી તૌફિકની ધરપકડ કરી છે અને તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00