જામનગરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા વિક્ટોરિયા પુલથી સાત રસ્તા સુધી ફ્લાય ઓવર બ્રિજ બનાવો

જામનગર તા. ૩ઃ જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા ખંભાળિયા-ભાણવડના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી શહેરના વિક્ટોરિયા પુલથી સાત રસ્તા સુધીના માર્ગ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા રજૂઆત કરી છે.

જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સરકારે વર્ષ ર૦૧૩-૧૪ અને ર૦૧પ દરમિયાન આ સમસ્યા માટે ઓવરબ્રિજ બનાવાની યોજના કરી હતી તેમજ લોકોની રજૂઆત ધ્યાને લઈ, માંગણીઓ મુજબ વિક્ટોરિયા પુલથી સાત રસ્તા સુધીનો સર્વે કરાવી ઓવર બ્રિજ બનાવવા માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરી હતી. અમારી જાણ મુજબ કન્સલ્ટન્ટને ફી પેટેની રકમ પણ ચૂકવી આપી છે. જેમાં લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રિજ રૃપિયા ૧૦૬ કરોડના ખર્ચે, ઠેબા બાયપાસ પાસેનો બીજો ઓવરબ્રિજ પણ ૧૦૬ ખર્ચે બનાવવાનો પ્લાન હતો. પરંતુ આ પ્રોજેક્ટ વર્ષ ર૦૧પ માં કોઈપણ કારણોસર રાજ્ય સરકાર દ્વારા કાઢી નાખવામાં આવ્યો છે. જે તે સમયે આ સંભવિત ઓવરબ્રિજ વિક્ટોરિયા પુલથી સાત રસ્તા સર્કલ સુધીનો રૃપિયા ર૭૦ કરોડના ખર્ચે બનાવવાની યોજના હતી જે બાબત પણ ધ્યાને લેવામાં આવી નથી.

પરંતુ છેલ્લી જાણકારી મુજબ ફરીથી રાજ્ય સરકારે જામનગરનો ઉપરોક્ત ઓવરબ્રિજ અંબર ચોકડીથી ગુરુદ્વારા ચોકડી સુધીનો મંજુર કર્યો છે, અને આ ઓવરબ્રિજ બનાવવા માટે રૃપિયા ૬૦ કરોડની ગ્રાન્ટ પણ મંજુર કરવાની લોકો દ્વારા ચર્ચાઓ સંભળાય છે. તો આમ રૃપિયા ર૭૦ કરોડનો વિક્ટોરિયા પુલથી સાત રસ્તા સુધીનો બનાવવાને બદલે અંબર ચોકડીથી ગુરુદ્વારા ચોકડી સુધીનો નાનો ટૂકડો અમુક મીટરનો જ બનાવવાનો પ્લાન કેવા કારણોસર નક્કી થયેલ છે તેની પણ સ્પષ્ટતા કરવી જરૃરી છે. પ્રથમ પ્લાન પ્રમાણે લોકોના હિતને ધ્યાને રાખી વિક્ટોરિયા પુલથી સાત રસ્તા સુધીનો ઓવરબ્રિજ બનાવવો જરૃરી છે. આમાં કોઈ વ્યક્તિગત લાભાલાભ જોવા સિવાય જાહેર હિતને ધ્યાનમાં રાખી પ્રથમ પ્લાન મુજબનો જ ઓવરબ્રિજ લોક હિતાર્થે લોકોની માંગણી મુજબનો જ બનાવવામાં આવે તો જ આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે તેમ છે. કારણ કે નવાગામ ઘેડ, વાલકેશ્વરી જેવા વિકસિત એરિયાના ટ્રાફિકની સમસ્યાઓની પણ વિચારણા કરવી પડે તેમ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription