મેહા દેઢિયા દિગ્દર્શિત 'અન કંડીસનલ લવ' શોર્ટ ફિલ્મનું જામનગરમાં કરાયુ સ્ક્રિનિંગ

જામનગર તા. ૧૯ઃ ભારતમાં અંદાજે ૯ લાખ બાળકો અનાથાશ્રમ અને બાલાશ્રમમાં હોવાની ગણત્રી છે. જેમાંના ૪૦ થી ૫૦ ટકા સ્પેશિયલ ડિસેબિલિટી ધરાવતા બાળકો છે. આવા બાળકો આપણા સમાજના સામાજિક પ્રવાહમાં જોડાય અને એક સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે એવી લાગણીથી બેંગ્લોરમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ વિષય પર અભ્યાસ કરતી અને મુંબઈ સ્થિત કુમારી મેહા દેઢિયા, સ્પેશ્યલ સ્થિતિ ધરાવતા બાળકોને લોકો સહજ રીતે સ્વીકાર કરતા થાય અને સ્પેશિયલ સ્થિતિ ધરાવતા બાળકોને નિઃસંતાન અથવા એક સંતાન ધરાવતા દંપતી બીજા સંતાન મા સ્પેશિયલ ચેલેન્જ બાળકોને એડોપ્ટ કરી અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે, તેવા વિષય વસ્તુ સાથે આવી જવાબદારી સ્વૈચ્છિક રીતે સ્વીકારી ચૂકેલ વ્યક્તિઓની મુલાકાત અને આ વિષયના વિવિધ પાસાને આવરી ફિલ્મકરણ કરાયું છે.

અન કંડીસનલ લવ શોર્ટ ફિલ્મ રોટરી ક્લબ જામનગરના માધ્યમથી, જેમણે ૨૦૦૦ વાડી વિસ્તારના શાળાના બાળકોને સ્વખર્ચે પગરખા અર્પણ કર્યા છે. એવા ઓશવાળ સમાજના અગ્રણી એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર તેજસ મારૃના આર્થિક સહયોગથી નિર્માણ કરી છે.

મુંબઈ પછી જામનગરમાં હોટેલ સ્વસ્તી ઈનમાં રોયલ ટ્રાવેલ્સવાળા દેવેન શાહ અને લાયન્સ ક્લબના અગ્રણી બીપીનભાઈ શેઠના વિશેષ સહયોગ દ્વારા નગરના વિવિધ સંસ્થાના અગ્રેસરો તથા જાણીતા તબીબો અને શિક્ષણવિદ્દોની ઉપસ્થિતિમાં અન કંડીસનલ લવ શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ રજુ કર્યું હતું.

લોકોની ભાવનાઓને જીતી લીધી હતી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તેજસ મારૃ અને દિગ્દર્શક મેહા દેઢિયા આ શોર્ટ ફિલ્મ આગામી દિવસોમાં બેંગ્લોરમાં સ્ક્રિનિંગ કરી વિવિધ ફિલ્મ ફેસ્ટિવલમાં રજુ કરી સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription