વિવિધ વિકાસ કામોનું રાજ્યમંત્રી હકુભા જાડેજાના હસ્તે ખાતમુર્હૂત

જામનગર તા. ૧૯ઃ તાજેતરમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં. ૧૧ મા શિવનગર સોસાયટીમાં અંદાજીત ૪.પ લાખના ખર્ચે બનનાર સી.સી. રોડ, વોર્ડ નં. ૮ મા માધવબાગ-૧ મા માધેશ્વર મંદિરના કોમન પ્લોટમાં અંદાજીત પ લાખના ખર્ચે સી.સી. બ્લોક નાંખવાના કાર્યનું તથા વોર્ડ નં. ૮ મા સરદારનગરમાં અંદાજીત ૧૬.૮૦ લાખના ખર્ચે બનનાર સી.સી. રોડનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, ભાજપ અગ્રણી વિમલભાઈ કગથરા, શહેરના વિવિધ વોર્ડોના કોર્પોરેટરો તથા સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription