બેટ-દ્વારકામાં ગોચરની જમીન પર ગેરકાયદે દબાણ

ઓખા તા. ૩ઃ બેટ દ્વારકામાં સરકારી ગૌચરની જમીનમાં એક દાયકાથી વધુ સમયથી વધુ ગેરકાયદે દબાણ કરાયું હોવા છતાં રાજકીય વગ ધરાવતા અને બેટ દેવસ્થાન સમિતિમાં સભ્યપદ ધરાવતા ઈસમ વિરુદ્ધ તંત્ર નતમસ્તક થઈ રહ્યું છે.

બેટ દ્વારકાના પંચજન્ય ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા દ્વારકાના સમુદ્રકિનારે આવેલી મોકાની ગણાતી જમીન જે ગૌચરની જમીન હોય જેમાં પર્યાવરણ જાળવણીના નામે બિનઅધિકૃત દબાણો કરી પાકા મકાનો બાંધવા, સબબ આશરે એક દાયકાથી વધુ સમયથી પહેલા કસ્ટમ વિભાગ, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, દ્વારકા મામલતદાર કચેરી સહિત સરકારી તંત્રો સામે અલગ અલગ ઈસમો દ્વારા અલગ અલગ રજૂઆતો, ફરિયાદો, ઉપવાસ આંદોલનો સહિતના દેખાવો કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત બેડથી પીરોટન ટાપુ વચ્ચે જીવસૃષ્ટિ પરીક્ષણના નામે પ્રતિબંધિત વિસ્તારમાં યાત્રિકો લઈ જવા - કેમ્પ યોજવા સબબ બેટના પંચજન્ય ટ્રસ્ટના હેમંતસિંહ ઉર્ફે હેમભા મનુભા વાઢેર નામના શખ્સ દ્વારા રાજ્ય કે કેન્દ્રની મંજૂરી વિના આવા કેમ્પ ચલાવવામાં આવતા હોવાની જે તે સમયે ફરિયાદો થયેલ છે. આમ છતાં બેટ દેવસ્થાન સમિતિમાં સભ્યપદ ધરાવતા તેમજ રાજકીય વગનો ઉપયોગ કરનારા શખ્સ વિરૃદ્ધ આજદિન સુધી નક્કર કાર્યવાહીના અભાવે ગૌચરની જમીન પર આજે પણ દબાણ છે. અને પ્રાઈવેટ બિઝનેસ માટે તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે.

તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટ્રસ્ટના દબાણ અંગે હુકમ છતાં પરિણામ શૂન્ય

સુંદરવન નામની જગ્યા પર પંચજન્ય ટ્રસ્ટના રૃપકડા નામ સાથે ગેરકાયદે ગોચરની જમીન પર દબાણ અંગે એક દાયકા પહેલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા બેટ ગ્રામ પંચાયતને જણાવવા છતાં રાજકીય દબાણ કે અન્ય કારણોસર બેટના સરપંચને જે તે સમયે જિલ્લા પંચાયત દ્વારા કારણદર્શક નોટીસ સહિતના ઠપકા મળેલ. આમ છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાના અભાવે દબાણો યથાવત્ રહેતાં પરિણામ શૂન્ય જણાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription