જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી રહ્યા હાજરઃ વધુ સુનાવણી તારીખ ૧૦ મી ડિસેમ્બરે

સુરત તા. ૧૦ઃ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતાં જ્યાં સુનાવણી દરમિયાન તેમણે ગુન્હો કબુલ કર્યો નહોતો. આ કેસની વધુ સુનાવણી તા. ૧૦ મી ડિસેમ્બરે થશે.

મોદી સમાજ અંગે ટિપ્પણી સંદર્ભે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતાં. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો કોર્ટમાં ઉમટી પડ્યા હતાં. દરમિયાન કોર્ટમાં રાહુલ ગાંધીને ગુનો કબુલ હોવા અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં ગુનો કબુલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્ટ દ્વારા આ કેસમાં વધુ સુનાવણી ૧૦ ડિસેમ્બરના હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેંગ્લોરથી ૧૦૦ કિ.મી. દૂર તા. ૧૩ મી એપ્રિલ, ર૦૧૯ ના રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક  રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલો ચોક્સી, લલિત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછ્યું હતું કે, બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડ પોતાના દોસ્ત અનિલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વેરા અને શૈલેષ પવાર મારફત ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરૃદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેની મુદ્ત આવતીકાલે ૧૧ ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે.

માનહાનિના કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતાં. આ કેસ એક રીતે સમન્સ ટ્રાયેબલ છે અને તેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે. આમાં ટેકનિકલી એક રીતે ચાર્જફ્રેમનો જ સ્ટેજ આવી જાય છે. એડવોકેટ કિરીટ પાનવાલા કહે છે કે, વોરન્ટ ટ્રાયેબલ કેસ હોય તો પુરાવા લેવાયા પછી ચાર્જફ્રેમ થતું હોય છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ કોર્ટ પાસે ઉમટી પડ્યા હતાં, જો કે પોલીસે અંદર પ્રવેશ ન આપતા હોબાળો સર્જાયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription