જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

જામનગરમાં પાનની દુકાનમાંથી ઝડપાઈ અંગ્રેજી શરાબની ૨૭ બોટલ

જામનગર તા. ૯ઃ જામનગરની માસ્તર સોસાયટીમાં પાનની એક દુકાનમાંથી ગઈકાલે પોલીસે અંગ્રેજી શરાબની ૨૭ બોટલ પકડી પાડી છે જ્યારે અન્ય બે સ્થળેથી દસ બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

જામનગરના સરૃસેક્શન રોડ પર આવેલી માસ્તર સોસાયટીના નાકા પાસેની એક દુકાનમાં અંગ્રેજી શરાબ રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સવારે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પરબતભાઈ નાથાભાઈ ચાવડા નામના વેપારીની દુકાનમાં પોલીસે તલાસી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૨૭ બોટલ મળી આવી હતી. પોલીસે ૨૧,૫૦૦નો શરાબનો જથ્થો કબજે કરી પરબતભાઈની ધરપકડ કરી છે અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગર પાસેના રાજુ ભીખુભાઈ સીંગરખીયા ઉર્ફે લંગડાના ઝુંપડામાં ગઈકાલે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૬ બોટલ પકડી પાડી છે.

જામનગરના ખંભાળીયા નાકા બહાર આવેલા કિસાન ચોક પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતા દ્વારકાના નાગેશ્વર રોડ પર રહેતા કિશન ઈશ્વરલાલ ઘોઘલીયા નામના ખારવા શખ્સની શકના આધારે તલાસી લેતા તેના કબજામાંથી શરાબની ૪ બોટલ સાંપડી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription