જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

ચીની સૈનિકો ભારતની સીમામાં ચાર કિ.મી. સુધી ઘૂસ્યાઃ જવાનોએ પરત ધકેલ્યા

નવી દિલ્હી તા. ૧રઃ આઈપીબીપીના રિપોર્ટ મુજબ ચીની સૈનિકો ભારતની સીમામાં ચાર કિ.મી. સુધી ઘૂસી ગયા હતાં, જેને ભારતીય જવાનોએ પરત ધકેલ્યા હતાં.

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત મિત્રતાનો દાવો કરે છે, પરંતુ તેમનું વર્તન અલગ જ હોય છે. આઈટીપીસી દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં ત્રણ વાર ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં ૬ ઓગસ્ટ, ૧૪ ઓગસ્ટ અને ૧પ ઓગસ્ટના ઘૂસણખોરી કરી હતી.

આ દરમિયાન ચીનની સેના પીએલએના સૈનિકો અને અમુક સ્થાનિક નાગરિકો બારાહોતીની રિમખીમ પોસ્ટ નજીક જોવા મળ્યા હતાં. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકો અંદાજે ૪ કિ.મી. સુધી ભારતીય સીમાની અંદર ઘૂસી આવ્યા હતાં. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ૧પ ઓગસ્ટે આપણો દેશ આઝાદીની ઉજવણી કરતો હતો ત્યારે ચીની સૈનિક ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહ્યા હતાં. આઈટીબીપીના કડક વિરોધ પછી ચીનના સૈનિકો અને નાગરિક પાછા ગયા હતાં.

ચીન અને ભારતની વચ્ચે આ પહેલા ડોકલામ મુદ્દે પણ વિવાદ થયો હતો જ્યાં ૭ર દિવસ સુધી ચીન અને ભારતીય સેના આમને સામને રહી હતી, જો કે ત્યારપછી આ વિવદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો તેમ છતાં બન્ને દેશની સીમાઓ પર સંપૂર્ણ શાંતિ સ્થપાઈ નહોતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription