જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

ભાણવડના રાણપરમાં ટ્રકમાં લાવવામાં આવેલી શરાબની સતાવન લાખની બોટલો ઝડપાઈ

જામનગર તા. ૧૨ઃ ભાણવડના રાણપરમાં ગઈરાત્રે વધુ એક વખત દ્વારકા એલસીબીએ પૂર્વ બાતમીના આ ધારે દરોડા પાડી એક ટ્રકમાં લાવવામાં આવેલી અંગ્રેજી શરાબની ૧૪૨૫૬ બોટલ કબજે કરી છે. દરોડા વેળાએ એલસીબીને જોઈને ટ્રકમાંથી પેટીઓ ઉતારતા સાતથી આઠ શખ્સો અંધારામાં નાસી છૂટવામાં સફળ થયા છે. પોલીસે ચાર શખ્સોના નામ મેળવી લીધા છે. સ્થળ પરથી રૃા.૫૭ લાખના શરાબના જથ્થા સહિત રૃા.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકામાં વિદેશી શરાબના અવારનવાર ગંજાવર જથ્થા ઝડપાતા રહે છે તે વિસ્તારમાં શરાબનો જથ્થો કેવી રીતે પહોંચે છે? તેના મૂળ સુધી પોલીસ પહોંચી શકતી નથી, પરંતુ તે જથ્થો પહોંચી ગયા પછી તેની બાતમી મળી જતાં પોલીસ દ્વારા તે જથ્થો પકડી પાડવામાં આવે છે. આવી જ રીતે ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન રાણપરમાં આવેલા બરડા ડુંગર નજીક અંગ્રેજી શરાબનો ફરીથી ગંજાવર જથ્થો આવી પહોંચ્યો હોવાની બાતમી મળતા પીઆઈ એલ.ડી. ઓડેદરા, પીએસઆઈ વી.એમ. ઝાલા, સ્ટાફના એએસઆઈ હબીબભાઈ મલેક સહિતનો સ્ટાફ ધસી ગયો હતો.

રાણપર ગામમાં ધીંગેશ્વર મહાદેવ મંદિર તરફ જતાં રસ્તા પર બરડા ડુંગર પાસે પથ્થરની એક જૂની અને બંધ ખાણ પાસે પહોંચેલા એલસીબીના કાફલાએ ત્યાં પડેલા એમએચ-૪૬-એફ ૪૯૩૫ નંબરના ટ્રકને નિહાળી નજીક પહોંચી તલાશી લેતા તે ટ્રકમાંથી અંગ્રેજી શરાબની પેટીઓ ઉતારી રહેલા સાતથી આઠ જેટલા શખ્સો નાસવા માંડયા હતા જેનો અંધારામાં એલસીબીએ પીછો પકડયો હતો, પરંતુ આ શખ્સો નાસી જવામાં સફળ થયા હતા.

ફરીથી ટ્રક પાસે પહોંચેલી એલસીબીએ ટ્રકની તાલપત્રી ખોલી અંદર તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪૨૬૫ બોટલ ભરેલી ૧૧૮૮ પેટી કબજે કરી લીધી હતી.  અંદાજે રૃા.૫૭ લાખની કિંમતનો શરાબનો આ જથ્થો, રૃા.૧૨ લાખનો આઈશર ટ્રક મળી એલસીબીએ કુલ રૃા.૬૯૦૬૯૦૦નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા શખ્સોના સગડ દબાવતા તેઓના નામ મળ્યા છે. આ જથ્થો રાણપરના કુખ્યાત શખ્સ અરજણ આલા કોડિયાતર, પોપટ આલા કોડિયાતર, કરમણ જગા કોડિયાતર ઉર્ફે ઘેલો, લાખા રામા કોડિયાતરના નામ મળ્યા છે. જ્યારે અન્ય ત્રણથી ચાર અજાણ્યા હોવાનું બહાર આવ્યું છે.

ઉપરોક્ત મુદ્દામાલ કબજે લઈ એલસીબીએ તમામ આરોપીઓ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો નોંધાવ્યો છે અને નાસી ગયેલા આરોપીઓના આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૃ કર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription