જામનગરમાં ઠંડીનો પગરવઃ લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં ધીમે-ધીમે ઠંડીનો પગરવ થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન પાંચ ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયું હતું. જેથી જનતાએ ગઈકાલે સાંજ તથા આજ સવારે સામાન્ય દિવસ કરતા વધુ ઠંડી અનુભવી હતી.

હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પગરવ થઈ રહ્યો છે. નલીયા તથા અમદાવાદમાં ન્યુનત્તમ તાપમાનનો પારો ગગડીને અનુક્રમે ૧૭ ડીગ્રી અને ૧૮.૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો.

જામનગરમાં પણ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડીગ્રી જેટલો ગગડીને ૧૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તેમજ અડધા ડીગ્રીના આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું.

તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે નગરજનોએ ગઈકાલે રાત્રે સામાન્ય દિવસ કરતા વધારે ઠંડી તથા સવારે ગુલાબી ઠંડીની અનુભૂતિ કરી હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૬ ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription