હ્યુસ્ટનની 'હાઉડી મોદી' ઈવેન્ટમાં મોટા એલાનના ટ્રમ્પના સંકેત/ નાસાના ઓર્બીટરે પણ વિક્રમ લેન્ડરની તસ્વર ન લઈ શક્યું/ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની  ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી/ સાઉદી અરેબીયામાં ભાવનગરના ૮ સહિત ૧૪ ગુજરાતીઓ ફસાયા

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટમાં ઈન્ટરનેશનલ ટ્રેડ શો યોજાશે

જામનગર તા. ૧૧ઃ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તા. ૧૧ થી ૧પ ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ઈન્ટરનેશનલ ટ્રેડ-શોનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે.

અગાઉના આવા આયોજનમાં ૩૭ દેશોમાંથી બિઝનેસ સાથે સંકળાયેલા ૮૦૦ થી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં ર૦ દેશના રાજદૂતો અને મંત્રીઓનો પણ સમાવેશ થાય છે  અને મોટા પ્રમાણમાં નિકાસ માટે સ્થાનિક ઉદ્યોગને ઓર્ડર પણ મળ્યો છે.

આ સાથે ભારત સરકાર સમક્ષ મહામંડળ દ્વારા કેટલાક સૂચનો, રજૂઆતો પણ કરવામાં આવી છે. ેમાં લઘુઉદ્યોગને એમડીએ સ્કીમ હેઠળ જે સબસિડી પ્રદર્શનમાં ભાગ લેવા માટે આપવામાં આવે છે તેના નિયમોમાં સુધારો કરવો જરૃરી છે. હાલના નિયમથી આ લાભ મળતો નથી.

રાજકોટમાં વિવિધ પ્રદર્શનો માટે હોલ બાંધવા જગ્યા ફાળવવામાં આવે તો ઉદ્યોગકારો, વેપારીઓ સ્વભંડોળથી બાંધકામ કરી આપશે, કારણ કે વિદેશી પ્રતિનિધિ મંડળોમાં યોગ્ય છાપ જળવાતી નથી. વિદેશમાં પણ મેઈક ઈન ઈન્ડિયા મોલ શરૃ કરવા જોઈએ.

ખાદ્ય પદાર્થોની આયાત કરવામાં આવે છે. આફ્રિકાના દેશોમાં જમીન વણઉપયોગી પડી છે. તેનો લાભ આપણને મળે તેવા પ્રયાસ કરવા જોઈએ.

ચીનમાં ઉત્પાદનના ભાવ ભારત કરતા ઓછા છે. આથી નિકાસમાં આપણે પાછળ છીએ. આથી નિકાસમાં વૃદ્ધિ લાવી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

રાજકોટમાં વેપાર મેળાનું આયોજન થયું છે. તેમાં વિદેશથી અનેક વેપારીઓ આવે છે. તેઓ સ્વખર્ચે આવે છે, પરંતુ તેમને રહેવા-જમવાના ખર્ચા વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા ચૂકવાય છે. આ માટે સરકારે આવા આયોજનને પ્રોત્સાહન આપવા પગલાં લેવા જોઈએ. આ મુદ્દાઓ બાબતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવતા તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ બાબતે વિચારણા કરવા સંસ્થાના પ્રમુખ પરાગ તેજુરાએ માંગ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription