હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

રાજ્ય સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે અમદાવાદમાં રાજ્યવ્યાપી મોરચો યોજાશે

અમદાવાદ તા. ૧રઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની બેઠકમાં ઓક્ટોબરમાં અમદાવાદમાં રાજ્ય સરકારની નીતિઓ સામે વિશાળ મોરચાનો કાર્યક્રમ યોજવાનું નક્કી થયું છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાજર રહી શકે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, સાંસદ રાજીવ સાતવજીની હાજરીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્ય સ્તરની કારોબારી અને અગ્રણીઓની એક અગત્યની બેઠક મળી હતી. આ મિટિંગમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસના જિલ્લા પ્રમુખો તેમજ વિભાગીય કો-ઓર્ડિનેટરો હાજર રહ્યા હતાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્ય સ્તરની કારોબારી અને અગ્રણીઓની બેઠકમાં એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, સાંસદ રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી રાષ્ટ્રના શહેરી વિસ્તારોના અસંગઠિત શ્રમિકોના સવાલો અંગે વધારે સંવેદનશીલ છે અને તેઓ રાષ્ટ્રના કરોડો શ્રમિકોના પ્રશ્નો બાબતે ઉકેલ લાવવા ગંભીર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાજ્ય સ્તરની કારોબારી અને અગ્રણીઓની બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ કામદારોની પડખે છે અને રહેશે તેમજ પ્રદેશ કોંગ્રેસ અસંગઠિત મજદૂર કોંગ્રેસને સંપૂર્ણ સાથ અને સહકાર આપશે.

ગુજરાત અસંગઠિત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અશોક પંજાબીએ બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની શ્રમિક વિરોધી નીતિઓ, વલણો સામે ઓક્ટોબર માસમાં અમદાવાદમાં રાજ્યવ્યાપી વિશાળ મોરચાનું આયોજન કરશે અને શ્રી રાહુલ ગાંધીને આમંત્રણ પણ આપવામાં આવશે. ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસના અગ્રણીઓની રાજ્ય સ્તરની મિટિંગમાં રાજ્યમાંથી ૧પ૦ થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં, તેમ પ્રવક્તા ડો. હિમાંશુ પટેલની યાદી જણાવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00