જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

જામનગરમાં સમૂહલગ્ન અને કુંવરબાઈનું મામેરૃ યોજના હેઠળ કન્યાઓને ચેક વિતરણઃ વ્યસન મુક્તિની અપીલ

જામનગર તા. ૧૨ઃ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા પછી મંત્રી બનેલા કુંવરજીભાઈ બાવળિયાનું જામનગરમાં સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં સન્માન કરાયું હતું, જેની સાથે સાથે કન્યાઓને યોજનાકીય લાભોના ચેક અર્પણ કરાયા હતાં.

જામનગરના કોળી સમાજની વાડી, નવાગામ (ઘેડ) માં સન્માન સમારંભ તેમજ સાત ફેરા સમૂહલગ્નના લાભાર્થી કન્યાઓ તથા કુંવરબાઈ મામેરાના લાભાર્થી કન્યાઓને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના તેમજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. જેમાં ૧૭ દંપતીઓને ૭ ફેરા સમૂહલગ્નના દસ હજાર રૃપિયા અને કુંવરબાઈ મામેરાના દસ હજાર રૃપિયા મળીને કુલ વીસ હજાર રૃપિયાનો ચેક પ્રત્યેક દંપતીને આપવામાં આવ્યા હતાં.

આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું કોળી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો દ્વારા ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીએ કોળી સમાજની વાડીમાં ઉપસ્થિત કોળી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકોને આ સન્માન સમારંભ યોજવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોળી સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે નિમણૂક થયેલ છે, જેમાં મને દેશના ૧૪ રાજ્યની જવાબદારી સોંપવામાં આવેલ છે  તે અનુસંધાને કોળી સમાજના ગરીબ તેમજ છેવાડાના માનવીની સુખાકારીની સવલતો માટે હું મારી જવાબદારી નિભાવીશ. લોકોની ઉત્કર્ષ યોજનાઓ થકી શૈક્ષણિક, સામાજિક અને આર્થિક રીતે આગળ આવે તે માટે હું કેન્દ્ર સરકાર તેમજ રાય સરકારમાં યોગ્ય રજૂઆતો કરીશ. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી આગળ આવવા ઉપસ્થિત સમાજના લોકોને જણાવ્યું હતું. સમાજના કુરિવાજો દૂર કરવા અને વ્યસનથી દૂર રહી સમાજનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો. પીવાનું પાણી લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે, પશુપાલન અંગે લોકોને રોજગારી મળી રહે તેમજ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ અંતર્ગત ગરીબ લોકોને આવાસની સુવિધા મળી રહે તે અંગે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરીને તેનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

સાંસદ પૂનમબેન માડમે કોળીસમાજના આગેવાનોએ આ કાર્યક્રમમાં બોલાવવા બદલ સૌનો આભાર માની સમાજના લોકોને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આ યોજનાઓનો લાભ લઈ શૈક્ષણિક તેમજ આર્થિક રીતે આગળ આવવા માટે કોળી સમાજના લોકોને જણાવ્યું હતું. નવાગામ (ઘેડ) વિસ્તારના કોઈપણ પ્રશ્નો હોય તો રજૂઆત કરવા જણાવી તેમને કહ્યું કે કોઈપણ પ્રશ્ન હશે તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારમાં રજૂઆત કરી યોગ્ય નિકાલ લાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, દક્ષિણ ગુજરાતના કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ પીઠાવાલા, કોળી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription