હ્યુસ્ટનની 'હાઉડી મોદી' ઈવેન્ટમાં મોટા એલાનના ટ્રમ્પના સંકેત/ નાસાના ઓર્બીટરે પણ વિક્રમ લેન્ડરની તસ્વર ન લઈ શક્યું/ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની  ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી/ સાઉદી અરેબીયામાં ભાવનગરના ૮ સહિત ૧૪ ગુજરાતીઓ ફસાયા

સિપાઈ ગુજરાતી બારીગર જમાત દ્વારા સન્માન સમારંભ

જામનગર તા. ૭ઃ જામનગરના સિપાઈ ગુજરાતી બારીગર જમાત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં જમાતના નર્સરીથી લઈને કોલેજ સુધીના બસ્સો જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય વિદ્યાભવન, જામનગર કેન્દ્રના ચેરમેન ભાનુભાઈ દોશી, વિદ્યાત્તેજક મંડળના સેક્રેટરી હસમુખભાઈ વિરમગામી, વિકાસગૃહના સેક્રેટરી કરસનભાઈ ડાંગર, વોર્ડ નં.૧ર ના કોર્પોરેટર જેનમબેન ખફી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમાજના અને આગેવાનો, સમાજના હોદ્દેદારોના હસ્તે તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફિકેટ અને શૈક્ષણિક વસ્તુઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાતી જમાતના પ્રમુખ બસીરભાઈ મલેક, પ્રોગ્રામ ઈન્ચાર્જ ડો. તૌસિફખાન પઠાણ, જીલાની કાઝી તેમજ ગુજરાતી જમાતના હોદ્દેદારોએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription