ડેન્ગ્યૂના રોગચાળામાં થતી રહેતી વધઘટઃ

જામનગર તા. ૩ઃ જામનગરમાં ડેન્ગ્યૂના રોગચાળામાં દર્દીઓની સંખ્યામાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૧૧ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં નોંધાયા હતાં. જે સંખ્યા આગલા દિવસની સરખામણીએ અડધા કરતા પણ ઓછી છે. આમ ગઈકાલે રોગચાળામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

જામનરમાં હજુ પણ ડેન્ગ્યૂનો રોગચાળો નાબૂદ થવાનું નામ લેતો નથી. આ રોગચાળાને નાથવા માટે તંત્ર ઉંધા માથે થયું હતું, છતાં રોગચાળો ચીપકી રહ્યો છે.

ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં ૧૧ દર્દીના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં જે આગલા દિવસની સરખામણીએ અડધાથી પણ ઓછા હતાં. આગલા દિવસે ર૭ કેસ નોંધાયા હતાં. આમ ગઈકાલે આ રોગમાં મોટી રાહત જોવા મળી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription