ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

લગ્નમાં જવાની બાબતે યુવાન પર કૌટુંબિકોનો હુમલો

જામનગર તા.૧૨ઃ જામનગરના નાની ખાવડીના રબારી યુવાન પર ગઈકાલે તેના જ છ કૌટુંબિકોએ લગ્નમાં જવાની બાબતે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતા હરિભાઈ હરભમભાઈ મોરી નામના યુવાન પર ગઈકાલે સાંજે નાની ખાવડી ગામની સીમમાં તે જ ગામના રામા સાજણ મોરી, વિરમ લખા, ધીરા સાજણ, મનસુખ સાજણ, રાજા વિરમ, લાખા વિરમ મોરી નામના છ શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યાે હતો અને ગાળો ભાંડી હતી.

આ બાબતની હરિભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ હરિભાઈના મોટાબાપાના પુત્રીના લગ્નમાં આવવાની બાબતે તેમના જ કૌટુંબિક ઉપરોક્ત છ શખ્સોએ વારાફરતી આવી ઝઘડો કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00