જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે પારણાંઃ પાસની જાહેરાત

અમદાવાદ તા. ૧રઃ પાટીદાર આગેવાનો, સંસ્થાઓ અને દેશભરમાંથી અનેક લોકોએ કરેલા આગ્રહ પછી આજે બપોરે ૩ વાગ્યે ખોડલધામના નરેશ પટેલ અને ઊમિયાધામના પ્રહ્લાદ પટેલના હસ્તે પારણાં કરશે. આ જાહેરાત 'પાસ'ના કન્વિનર મનોજ પનારાએ કરી હતી.

પાસ કન્વિનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઊમા ધામના પ્રમુખ પ્રહ્લાદ પટેલના હસ્તે ૩ વાગ્યે પારણાં કરાવવાની જાહેરાત કરી છે. આ માટે ખોડલધામના નરેશ પટેલ અમદાવાદ આવવા રાજકોટથી રવાના થઈ ગયા છે. હાર્દિક પટેલ છેલ્લા ૧૯ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે હાર્દિકના પારણાંની જાહેરાત કરવામાં આવી છે.

મનોજ પનારાએ કહ્યું કે અમારી સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ આવેલા હાર્દિકને પારણાં કરી લેવા જોઈએ તેવી વડીલોએ વાત કરી હતી. વડીલોએ કહ્યું હતું કે આખો સમાજ મુખ્ય સંસ્થાઓમાં ખોડલધામ અને ઊમિયાધામ અને તેની અંતર્ગત બીજા સંસ્થાઓ, સમાજના લોકો બધાની વિનંતી લઈને હાર્દિકના પારણાં કરવા આવ્યા હતાં. સમાજના મોભી, ઉદ્યોગપતિ, સમાજના આગેવાનો એકત્ર થયા અને પાંચ-છ અમારી વચ્ચે આવ્યા હતાં. સમાજની માંગણી છે કે ૬ સંસ્થાઓ અને પેટા સંસ્થાઓના પ્રતિનિધિ થઈ અમે આગ્રહ કરીએ છીએ કે પારણાં કરી લેવા જોઈએ. હાર્દિકે કાલે સમય આપીને જાહેરાત કરવા કહ્યું હતું. તમામે કન્વિનરો અને આંદોલનકારીઓ, યુવાનો અને સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટોનો ટેલિફોનિક સંપર્ક કરીને સમાજની વાત કરી હતી. હાર્દિકના પારણાં સમાજની જરૃરિયાત છે. આવનાર વર્ગ વર્ગ વ્યક્તિને સમાજની અપેક્ષા હાર્દિક છે, ખેડૂતો ગરીબોનો અવાજ હાર્દિક છે. કિડની, હાર્ટની તકલીફ ન થાય અને હાર્દિક સ્વસ્થ રહે તેવો સિંહ જેવો જોઈ છે. બધા પાસ કન્વિનરોની વચ્ચે પણ હાર્દિક સ્વસ્થ રહેવો જોઈએ તેવી ચર્ચા થઈ હતી. હાર્દિકની મુલાકાતે આવેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે પણ કહ્યું હતું કે, રોડ અને લોકો વચ્ચે જઈને આંદોલન કરવું જોઈએ.

મનોજ પનારાએ કહ્યું કે સરકારે પાસની ટીમ સાથે એક પણ વાર ચર્ચા કરવાનો પ્રયાસ નથી કર્યો. હિટલરશાહી સરકાર સામે લડવું પડે. લોકો સરકારને પ્રશ્નો કરતા થઈ ગયા છે. સરકારે અત્યારે અમારી માંગણીઓ પૂર્ણ નથી કરી, પરંતુ આગામી સમયે સરકાર અમારી માંગ પૂર્ણ કરશે. ૧૯ દિવસમાં સીધી રીતે સફળતા નહિં, પરંતુ સરકારની હલચલ એ સફળતા જ ગણાય.

તેમણે કહ્યું કે, હાર્દિક પટેલના ઉપવાસને કારણે ફરીથી સમાજ અને ખેડૂત જાગ્રત થયો છે. અલ્પેશ કથીરિયાને જો સરકાર મુક્ત નહીં કરે તો અમે રોડ પર આવીશું. સમાજના અગ્રણીઓ સમાજના પ્રશ્નો લઈને ગયા હતા જેમાં અમારા પણ કેટલાક પ્રશ્નો આવી જાય છે. ઉપવાસના માધ્યમથી માત્ર માંગણીઓ સ્વીકારાય એ નહીં પણ લોકો એ બાબતે જાગ્રત થાય એ જરૃરી છે. સરકારે પાટીદારો સાથે વાત સુદ્ધાનો પ્રયાસ નથી કર્યો, જ્યારે તેના ઈશારે પોલીસે મીડિયા અને અમારી સાથે વ્યવહાર કર્યો છે એ સરકાર દ્વારા દમન કર્યું છે.

તેમણે તમામ ઉપવાસીઓને પારણાં કરવા વિનંતી કરતા કહ્યું કે જીવશું તો લડશું અને લડશું તો જીતશું. આગામી સમયે ચારેય ઝોનમાં પાસની યાત્રાઓ નીકળશે.

ડો.બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિકની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકર્તા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે. જ્યારથી દેશમાં આરએસએસ અને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હિટલરશાહી શરૃ થઈ ગઈ છે. સરકાર જ કાસ્ટ બેઝ રાજનીતિ કરીને ફરી ૨૦૧૯માં સત્તામાં આવવા માટે ફાંફાં મારે છે. કોંગ્રેસના એમએલએ અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઈને પારણાં કરવા માટે અપીલ કરી હતી.

ગઈકાલે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે જણાવ્યું હતું કે, લોકતંત્ર માટે હાર્દિકનું જીવન જરૃરી છે. ગાંધીવાદ અને સ્વતંત્ર્તાના મૂલ્યો માટે જે લડે છે તેના માટે હાર્દિકની જરૃરિયાત છે. હાર્દિકની માંગણીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખબર છે. પાટીદાર જન આંદોલનને કચડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સરકાર ઈચ્છે છે કે હાર્દિકની કિડની અને લીવર ખરાબ થાય. ગુજરાતના દરેક સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવે અને હાર્દિકનું જીવન બચાવે.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીના અજીત જોગીના પુત્ર અને હાલ છત્તીગઢના ધારાસભ્ય અમિત જોગીએ હાર્દિકની મુલાકાત લીધી હતી અને પોતાનું સમર્થન આપ્યું હતું. સાથે છત્તીસગઢની જનતા તમારી સાથે છે એવું લખાણવાળું ખેડૂતની છબિ હાર્દિકને મોમેન્ટોરૃપે આપી હતી.

પાટીદાર અગ્રણી સી.કે. પટેલે હાર્દિકના પારણાંની જાહેરાત થયા પછી પોતાની પ્રતિક્રિયા આપી હતી. સી.કે. પટેલે કહ્યું હતું કે, આજે પાટીદાર સમાજ માટે સારો દિવસ છે. હાર્દિકે સમાજની લાગણીને માન રાખીને પારણાં કરી લેવાની જાહેરાત કરી છે તે સારી વાત છે. પાટીદારની મુખ્ય છ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે ઊમિયા કેમ્પસમાં એક બેઠક મળશે. બાદમાં સંસ્થાના પ્રતિનિધિઓ હાર્દિક પાસે જઈને પારણાં કરાવશે. હાર્દિકની તબિયતને લઈને સમાજ ખૂબ જ ચિંતિત હતો. તેથી આજે હાર્દિક પટેલ પારણાં કરતા સમાજને હાશકારો થશે. હાર્દિક પટેલની ત્રણ માંગણી અંગે જણાવતા સી.કે. પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ઉપરાંત એસપીજી તરફથી પણ અમને ઘણાં મુદ્દાઓ મળ્યા છે. આ ઉપરાંત પાટીદારની છ મુખ્ય સંસ્થાઓ તરફથી પણ અલગ અલગ મુદ્દા મળ્યા છે. આ તમામ મુદ્દાઓની એક યાદી તૈયાર કરીને અમે પાટીદાર સમાજને લાભ થાય તેવી રીતે સરકારમાં રજૂઆત કરીશું. આ દરમિયાન સામાજિક સમરસતા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

પાટીદારો જ નહીં, અન્ય સમાજનું પણ  તેને સમર્થન મળી રહ્યું છે, ત્યારે હાર્દિક પટેલને તેના સમર્થનમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને કથાકાર મોરારિ બાપુ, રમેશ ઓઝા મળવા આવે તેવી શક્યતા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

હાર્દિકે યોગ્ય નિર્ણય લીધોઃ નીતિન પટેલ

અમદાવાદ તા. ૧રઃ હાર્દિકે આમરણાંત  ઉપવાસના બિનશરતી પારણાંનો નિર્ણય લીધો, તેને આવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ પહેલાં પણ આગેવાનો અને સંસ્થાઓએ પારણાં કરવા આગ્રહ કર્યો હતો. હાર્દિકે મોડો પણ યોગ્ય નિર્ણય લીધો છે. સરકાર બધાની વાત સાંભળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription