જામનગર તા. ૧૯ઃ ચોમાસાની મોસમમાં ભારે વરસાદ થયા પછી કાલાવડ પંથકમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગત્ રાત્રે પણ બે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
જામનગર જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગત્ રાત્રે ૧૧.ર૧ કલાકે ર.૯ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો ગત્ રાત્રે ૩.૧૮ કલાકે ર.ર રીક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
છેલ્લા એકાદ માસમાં ફક્ત કાલાવડ પંથકમાં જ અનેક વખત ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે, જો કે આંચકાની તિવ્રતા વધુ નહીં હોવાથી આ ભૂકંપના આંચકા નુક્સાનકારક સાબિત થયા નથી, પરંતુ લોકોમાં ભય જરૃર જોવા મળી રહ્યો છે.