હિંસા નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીઃ જાગૃતિ સેમિનાર

જામનગર તા. ૩ઃ મહિલઓ સામે હિંસા નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જામનગર મહાનગર સેવા સદનના આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકરોને કામના સ્થળે મહિલાઓની જાતિય સત્તામણી અધિનિયમ-ર૦૧૩ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અધિનિયમના ઈતિહાસમાં રહેલ ભંવરદેવી સાથે બનેલ ઘટનાના અનુસંધાને સુપ્રિમ કોર્ટ દ્વારા આપેલી ગાઈડલાઈન કે જે 'વિશાખા' ગાઈડ લાઈન તરીકે ઓળખાય છે. તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઘરેલું હિંસા પોક્સો એક્ટ, બાળ લગ્ન વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો-બેટી પઢાઓ, વ્હાલી દીકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ શિબિરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભી, ૧૮૧ મહિલા હેલ્પલાઈનના ગીતાબેન, ઈલાબા, મહિલા સહાયતા કેન્દ્રના ભાવિશાબેન, વન સ્ટોપ સેન્ટરના જીજ્ઞાબેન, જામનગર મહાનગર સેવા સદન આઈ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકાઓ નિયતિબેન પટેલ, સતિબેન કરમૂર, રોશનીબેન ભંડેરી, વિશાખાબેન ગોહિલ, નિતાબેન પુરોહિત, આરતીબેન પુંજાણી, મિતલબેન ધારાણી, લક્ષ્મીબેન સાદિયા, હંસાબેન પરમાર, રાષ્ટ્રીય પોષણ અભિયાનના કોર્ડીનેટર ડિમ્પલબેન, ઋષિકેશભાઈ તથા આંગણવાડી કાર્યકર બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription