પવારે મોદીની સાથે કામ કરવાની ઘસીને ના પાડી દીધી હતીઃ ખુલાસો

મુંબઈ તા. ૩ઃ એનસીપી નેતા શરદ પવારે ખુલાસો કર્યો છે કે તેમને મોદીએ સાથે કામ કરવા કહ્યું હતું પણ તેમણે ના પાડી હતી. તેમણે એવો ખુલાસો પણ કર્યો કે તેમને રાષ્ટ્રપતિપદની ઓફર થઈ નથી, પરંતુ કેન્દ્રિય મંત્રી તરીકે દીકરી સુપ્રિયાને નિમવાની ઓફર થઈ હતી.

એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સાથે મળીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું, જો કે તેમણે એમના પ્રસ્તાવને ફગાવ્યો હતો. એક મરાઠી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ક્યારેય રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરી નથી. શરદ પવારે કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીએ ક્યારેય રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો નહતો. જો કે, તેમણે દીકરી સુપ્રિયાને કેન્દ્રમાં મંત્રી બનાવવાની ઓફર કરી હતી.' શરદ પવારે આ વાત શોશિયલ મીડિયાની અટકળો અને સરકારની રચનાની સંભાવનાઓના સવાલ પર કરી હતી.

તેમણે ઉમેર્યું કે, 'મારા માટે સાથે કામ કરવું ક્યારેય શક્ય નહોતું. વડાપ્રધાન મોદીએ સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મેં જણાવ્યું હતું કે આપણા વ્યક્તિગત સંબંધો ખૂબ સારા છે, પરંતુ મારા માટે સાથે કામ કરવું શક્ય નથી.' શરદ પવારે જણાવ્યું કે 'અજિતના પગલાંથી પરિવાર ખુશ નહોતો. મેં તેને જણાવ્યું હતું કે તેણે જે પગલું ભર્યું છે તે ક્ષમ્ય નથી. જે કોઈપણ આવું કરશે તેણે પરિણામ ભોગવવું પડશે અને તેમાં પણ અપવાદ નથી.' અત્રે ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી અનેકવાર શરદ પવારની પ્રશંસા કરી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં જ લોકસભાના સદનમાં જણાવ્યું હતું કે, તમામ દળોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસેથી શીખ લેવી જોઈએ. શરદ પવારે જણાવ્યું હતું કે, ર૮ મી નવેમ્બરે અજિત પવારને શપથ ન લેવડાવાનો નિર્ણય જાણી જોઈને લેવામાં આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription