ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

  

નિફ્ટી ફ્યુચર ૧૧૭૦૭ પોઈન્ટ મહત્ત્વની સપાટી ...!!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતેબીએસઈ સેન્સેક્સ આગલા બંધ ૩૯૨૫૪.૬૪ સામે ૩૯૨૦૪.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૦૯૯.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૧૦૫.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૭૫.૮૦ સામે ૧૧૬૪૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૩૦.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૫૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૫૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૧૯ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન એકંદર અપેક્ષાથી સારા પરિણામોની જાહેર થઈ રહી હોવા સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સુધારાની હેટ્રિક લગાવી હતી.આ પોઝિટીવ પરિબળો સામે ભારતની જૂન મહિનામાં આયાત-નિકાસના આંકડા ઘટાડાના જાહેર થયા સામે વૈશ્વિક મોરચે ચાઈનાના આંકડા પણ નબળા આવતાં વૈશ્વિક આર્થિક મંદીના સંકેતે અને આગામી સમય મંદી સાથે પડકારરૂપ બની રહેવાની પૂરી શકયતાએ શેરોમાં તેજી મર્યાદિત રહી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર સતત મજબૂત બનીને ૧૦ પૈસા વધીને રૂ.૬૮.૮૧ થઈ જતાં અને આઈટી કંપનીઓના ઈન્ફોસીસ બાદ હવે વિપ્રોના પણ અપેક્ષાથી સા રા રિઝલ્ટની પોઝિટીવ અસરે ફરી આઈટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થવા સાથે પસંદગીના વેલ્યુબાઈંગે અને એફએમસીજી શેરોમાં ફંડોની તેજી સામે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નરમાઈ વચ્ચે અંતે સેન્સેક્સ તેજી જોવા મળી હતી.ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ અફડાતફડીના અંતે તેજીનો વેપાર ઉછાળે હળવો થતો જોવાયો હતો.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૪૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૨૬ અને વધનારની સંખ્યા ૫૨૨ રહી હતી. ૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર (  ૧૧૬૫૧ )  આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૫૭૫ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૭૭ પોઈન્ટ થી ૧૧૬૯૬ પોઈન્ટ, ૧૧૭૦૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

ઁડ્ઢહ્લઝ્ર બેન્ક ( ૨૪૦૯ ) ઃ બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૯૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૩૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૨૪ થી રૂ.૨૪૪૪ સુધી તેજી તરફી ધ્યાન...!!!

રિલાયન્સ ( ૧૨૬૬ ) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૫૦ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૩૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૨ થી રૂ.૧૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

લ્યુપિન લિમિટેડ (  ૭૬૩  ) ઃ રૂ.૭૪૭ નો પ્રથમ તેમજ રૂ.૭૪૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૭૭૭ થી રૂ.૭૮૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે....!!!

તાતા કેમિકલ ( ૬૧૨ ) ઃ કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૬ થી રૂ.૬૩૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૪૩ ) ઃ રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૩ થી રૂ.૪૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો હાલમાં વૈશ્વિક વેપારયુદ્ધ આર્થિક વૃદ્ધિ સામે અવરોધ  ઊભા કરે છે,તેથી આગામી ક્વાર્ટર્સમાં વૃદ્ધિમાં રિકવરીની ધારણા નથી.તમામની નજર હવે કોર્પોરેટ અર્નિંગ પર છે. કોર્પોરેટ અર્નિંગ અત્યાર સુધી મિશ્ર રહ્યા છે. ઇન્ફોસિસે હકારાત્મક સરપ્રાઇઝ આપ્યું છે, જ્યારે ટીસીએસ બજારની ધારણા કરતાં ઉણી ઊતરી છે. નિફ્ટી ઇન્ડેક્સ ૨૯ના પીઇ રેશિયોએ ટ્રેડ થાય છે, તેથી અર્નિંગમાં વધારો જરૂરી છે. જો આવું નહીં થાય તો શેરના ભાવમાં કરેક્શન આવશે. સતત દસ ક્વાર્ટર સુધીમાં અર્નિંગમાં ધીમી વૃદ્ધિ બાદ હવે નવસંચારની આશા છે......!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription