જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા શાળા નં. પ૯ માં રાજ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ

જામનગર તા. ૧૪ઃ નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન જામનગર અભિયાન-ર૦૧૯ હેઠળ જામનગરની ગુલાબનગર શાળા નં. પ૯ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ફળાઉ, ઔષધિય તેમજ વધુ ઓક્સિજન આપતા અને પક્ષીઓ માળો કરી શકે તેમજ ખોરાક મેળવી શકે તેવા ર૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાવેલ વૃક્ષોનું જનતન કરવાની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખાતરી આપી હતી. તેઓનું કહેવું છે કે તેઓ જ્યાં સુધી શાળામાં અભ્યાસ કરતા રહેશે ત્યાં સુધી દરરોજ આ વૃક્ષોને પાણી પીવડાવતા રહેશે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા વિશેષ મંત્રીશ્રીએ ચર્ચા કરી હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી હર્ષાબા પી. જાડેજા તથા નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, ઉત્પલભાઈ દવે, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મેયર મનસુખભાઈ ખાણધર, વિમલમાઈ કગથરા, નારણભાઈ મકવાણા, શાસનાધિકારી સી.એમ. મહેતા, અતુલભાઈ ઠાકર, રાજુભાઈ દવે, યાકુબભાઈ વહેવારિયા, રાજુભાઈ જોષી, હરૃભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો દેશાભાઈ મકવાણા, પ્રશાંતભાઈ માધવાચાર્ય તથા સ્કૂલના સ્ટાફ મિત્રોએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription