જામનગરની પુરોહિત સાયન્સ સ્કૂલમાં મોડેલ રોકેટરીઃ પચાસ રોકેટ ઉડાવાયા

જામનગર તા. ૧૩ઃ જામનગર સ્થિત પુરોહિત સાયન્સ સ્કૂલમાં મોડેલ રોકેટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સેન્ટરના તજજ્ઞોની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન અને ઉ૫ગ્રહ વિજ્ઞાનની સાથે ઉપગ્રહ માહિતી પ્રસારણની સમજૂતી કેળવવાનો હતો. મોડેલ રોકેટરી પ્રવૃત્તિથી રોકેટ બનાવવું, રોકેટ ઉડ્ડયનના અને ગતિના સિદ્ધાંતોની સમજ આપવામાં આવી હતી. જે દરમિયાન આશરે પ૦ જેટલા રોકેટ વિદ્યાર્થી દ્વારા બનાવી તેને ઉડાવવામાં આવ્યાં હતાં. વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર છેલ્લા પ૦ વર્ષોથી વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા લાગતા વિષયોની ઉત્કંઠા પોષવાનો તેમજ આ વિષયોના રમુજી અને ગૂઢ તત્ત્વોને વિદ્યાર્થી સમક્ષ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કાર્યક્રમના સંયોજક જિતેન્દ્રભાઈ અગ્રાવત (પ્રિન્સીપાલ - પુરોહિત સાયન્સ સ્કૂલ) હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription