ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ખંભાળીયામાં જિલ્લાની સંકલન સહફરિયાદ સમિતિની બેઠકઃ કલેક્ટરશ્રી દ્વારા કરાયા સૂચનો

દ્વારકા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયાના સભાખંડમાં મળી હતી.

બેઠકમાં સંકલન/ફરિયાદ સમિતિના મુદ્દા જેવા કે, લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્શન કેશ, અવેઈટ કેઈસ, સરકારી લ્હેણાની વસુલાત, સિંચાઈ, ક્ષાર અંકુશ, લેંડ રેકર્ડ, શિક્ષકોની ઘટ દૂર કરવા અંગે, પી.જી.વી.સી.એલ, પાણી પુરવઠા, પાઈપલાઈન વગેરેના પ્રશ્નોની નિવાસી અધિક કલેક્ટરશ્રી પટેલ દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. તેમજ ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યુ  ંહતું. આ બેઠકમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા ઈનચાર્જ જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા તરફથી રજુ થયેલ પ્રશ્નોનો લગત વિભાગના અધિકારીઓને સંતોષકારક ત્વરિત નિરાકરણ કરવા કલેક્ટશ્રીએ જરૃરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. મનિષકુમાર, એ.એસ.પી.શ્રી સુંબે, આર.એન.બી., પાણી પુરવઠા સહિત સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription